Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ષના માસૂમનું ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી મોત:પાણી પીવા જઈ રહેલા બાળક પર તોતિંગ ટાયર ફરી વળ્યું; રેતી પ્લાન્ટમાં કામ કરતા શ્રમિક પરિવારમાં માતમ છવાયો

    9 hours ago

    પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પોપટપુરા કાંકરીખાણ ગામેથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક રેતીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના 2 વર્ષના માસૂમ બાળકનું ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે. રમત-રમતમાં પાણી પીવા જઈ રહેલા બાળક પર કાળ બનીને ટ્રેક્ટર ફરી વળતા શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો છે. તરસ લાગી અને કાળ આંબી ગયો મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનો એક શ્રમિક પરિવાર છેલ્લા બે મહિનાથી પોપટપુરા કાંકરીખાણ ગામના રેતીના પ્લાન્ટમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો હતો. આજે કામ દરમિયાન તેમનો 2 વર્ષનો પુત્ર વિકાસ બારિયા પ્લાન્ટમાં રમી રહ્યો હતો. રમતા-રમતા બાળકને તરસ લાગતા તે પાણી પીવા માટે જઈ રહ્યો હતો, ત્યારે જ ત્યાં હાજર એક બકેટ ટ્રેક્ટરના ચાલકે અચાનક ટ્રેક્ટર રિવર્સમાં લીધું હતું. નાનકડું બાળક ટ્રેક્ટર ચાલકની નજરમાં ન આવતા, ટ્રેક્ટરનું તોતિંગ ટાયર માસૂમના શરીર પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, વિકાસનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો આ ઘટનાની જાણ થતા જ ગોધરા DYSP બિન્દ્રા જાડેજા અને તાલુકા પી.આઈ. એ.વાય. પટેલ સહિતનો પોલીસકાફલો તાત્કાલિક હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકના માતા-પિતા અને પરિવારજનોની પૂછપરછ કરી હતી. પોલીસ કાર્યવાહી ગોધરા તાલુકા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોતાની નજર સામે જ વ્હાલસોયા પુત્રને ગુમાવતા શ્રમિક માતા-પિતાના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
    Click here to Read More
    Previous Article
    તબીબ પર હુમલાના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળ:સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોનું વિરોધ પ્રદર્શન, મધ્યસ્થી કરવા કલેક્ટર અને જોઈન્ટ સીપી દોડી આવ્યા
    Next Article
    Convert 4 defunct underground parking sites in UT into commercial hubs: Mayor to administration

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment