Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તબીબ પર હુમલાના વિરોધમાં અચોક્કસ મુદ્દતની હડતાળ:સયાજી હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોનું વિરોધ પ્રદર્શન, મધ્યસ્થી કરવા કલેક્ટર અને જોઈન્ટ સીપી દોડી આવ્યા

    2 days ago

    વડોદરાની સયાજી હોસ્પિટલમાં 29 એપ્રિલે પોસ્ટમોર્ટમ રૂમમાં તબીબ પર થયેલા હુમલાના વિરોધમાં રેસિડેન્ટ તબીબોએ આજે ઈમરજન્સી સેવાઓ સિવાય અન્ય કામ બંધ રાખ્યું છે. હડતાળને કારણે હોસ્પિટલની નિયમિત સારવાર સેવાઓ પર અસર પડી છે, જ્યારે ઈમરજન્સી સેવાઓ અને ઓપીડી દર્દીઓ માટે ચાલુ રાખવામાં આવી છે. ગઈકાલની ઘટના બાદ પીએમ કામગીરી બંધ થતાં મૃતદેહોને ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ગત રોજ સાત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સે કામગીરી સંભાળી રેસિડેન્ટ તબીબોની ગેરહાજરીને કારણે દર્દીઓની સારવાર વ્યવસ્થામાં મુશ્કેલીઓ પડી રહી છે. આ સમયે હોસ્પિટલના પ્રોફેસરો અને ટ્યુટર્સે સારવારની કામગીરી સંભાળી લીધી છે. રેસિડેન્ટ તબીબોએ સુરક્ષાની માંગણી કરતાં હોસ્પિટલ કેમ્પસમાં સીસીટીવી કેમેરા અને કાયમી સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે. તેમણે હોસ્પિટલ પ્રાંગણમાં આવેલા અંધકારમય વિસ્તારોમાં વધુ લાઇટિંગ વ્યવસ્થા કરવાની પણ માંગણી કરી છે. ન્યાયની માગ, જિલ્લા કલેક્ટર દોડી આવ્યા તબીબોએ ગઈકાલે બનેલી ઘટનામાં પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. તેઓ ન્યાયની માગ સાથે સુરક્ષિત રીતે કામગીરી કરી શકે તે માટે આજે હડતાળ પર બેઠા છે. હાલમાં વડોદરા જિલ્લા કલેક્ટર, જોઈન્ટ પોલીસ કમિશનર અને એસ.એસ.જી. હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. રંજન આઈયર સાથે વાટાઘાટોની બેઠક શરૂ થઈ છે, જેમાં રેસિડેન્ટ તબીબો પણ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    Ira Khan discusses mental health, calls husband Nupur Shikhare empathetic: ‘Kabhi kabhi, woh mere depression se thak jaata hai’
    Next Article
    બે વર્ષના માસૂમનું ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી મોત:પાણી પીવા જઈ રહેલા બાળક પર તોતિંગ ટાયર ફરી વળ્યું; રેતી પ્લાન્ટમાં કામ કરતા શ્રમિક પરિવારમાં માતમ છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment