Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ચૂંટણીના મનદુઃખે વેપારી-ભાઈ પર હુમલો:એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ, તપાસ શરૂ

    4 days ago

    જામનગરમાં ચૂંટણી સંબંધિત જૂના મનદુઃખને કારણે એક વેપારી અને તેના ભાઈ પર હુમલો થયો છે. આ મામલે એક શખ્સ વિરુદ્ધ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મયંકભાઈ દિનેશભાઈ ફલિયા (ઉ.વ. ૨૫, વેપારી, રહે. જામનગર) છે. આ ઘટના પવનચક્કી ઢાળીયા નીચે, નવી નાતની વાડી પાસે બની હતી. ફરિયાદ મુજબ, આરોપી રવી ઉર્ફે રવી ડોન મુકેશભાઈ મુંજાલ (રહે. મોદીનો વાડો, જામનગર) છે. ફરિયાદી અને આરોપી વચ્ચે ચૂંટણી બાબતે અગાઉથી મનદુઃખ ચાલતું હતું. બનાવના દિવસે, આરોપીએ મયંકભાઈને જોઈને ઉશ્કેરાઈને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે મયંકભાઈના ભાઈ કેતનભાઈ વચ્ચે પડ્યા, ત્યારે આરોપીએ તેમની સાથે ઝપાઝપી કરી હતી અને બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ. કલમ ૩૫૨ અને ૩૫૧(૩) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સિટી ‘એ’ ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ખાતામાં 1.35 કરોડ રૂપિયા દેખાયા, પણ ઉપાડી ન શક્યા:વડોદરાના સિનિયર સિટીઝનને પહેલા સેબીના બનાવટી દસ્તાવેજો મોકલી વિશ્વાસમાં લીધા શેરબજારમાં રોકાણ કરાવી સાયબર ઠગોએ રૂ.1 કરોડ પડાવ્યા
    Next Article
    આદિત્યાણાના શખ્સની ધરપકડ:ઉદ્યોગનગર પોલીસે ગુનાના નાસતા ફરતા આરોપીને દબોચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment