Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલે રાજીનામું આપ્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કારમી હાર બાદ નૈતિક જવાબદારી સ્વીકારી

    9 hours ago

    વલસાડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ પટેલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પક્ષની કારમી હાર બાદ પોતાના પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે ચૂંટણીના નબળા પરિણામોની નૈતિક જવાબદારી સ્વીકારી છે. પટેલે હાર માટે પક્ષની નબળી નેતાગીરી અને મોટા નેતાઓની નિષ્ક્રિયતાને જવાબદાર ઠેરવી છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કાર્યાલયમાં માત્ર 'ફોર્મઆલિટી' (દેખાડો) કરવા આવતા નેતાઓની નિષ્ક્રિયતા પક્ષને નડી ગઈ છે. તેમણે ઉમેર્યું કે કાર્યકરો મહેનત કરે છે, પરંતુ મોટા નેતાઓ માત્ર હાજરી પૂરાવવા પૂરતા જ સીમિત રહેતા હોવાથી જનતાનો વિશ્વાસ ગુમાવવો પડ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કરવા કે તેમનો ઉત્સાહ વધારવા પણ કોઈ નેતાઓ આગળ આવ્યા ન હતા. તેના વિપરીત, ભાજપ સંગઠિત થઈને તમામ નેતાઓ અને કાર્યકર્તાઓ એક થઈને ચૂંટણી લડ્યા, જેથી ભાજપ નિર્ણાયક પરિણામ મેળવી શક્યું. કોંગ્રેસમાં ઉમેદવારના પ્રચાર માટે મોટા નેતાઓ પણ સાથે ઊભા ન રહેતા ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં નિરાશા ફેલાઈ હતી. આગામી વિધાનસભા ચૂંટણીઓ અંગે પ્રકાશ પટેલે પક્ષના મોવડી મંડળને સૂચન કર્યું છે. તેમણે કહ્યું કે, જો આગામી વિધાનસભા જીતવી હોય તો 'ફોર્મઆલિટીની કોંગ્રેસ' છોડીને તેને સાચા અર્થમાં 'મારી કોંગ્રેસ' (આપણી કોંગ્રેસ) બનાવવી પડશે. દરેક નેતાએ પોતાની જવાબદારી સમજી મેદાનમાં ઉતરવું પડશે, અન્યથા પરિણામો આવા જ આવશે. તાલુકા પ્રમુખના આ રાજીનામાની જાહેરાતથી વલસાડ જિલ્લા કોંગ્રેસના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે. હવે પ્રદેશ નેતાગીરી આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં બેદરકારીનો ખુલાસો:એલાર્મ સિસ્ટમથી બેંક મેનેજર સહિતનો સ્ટાફ અજાણ, લૂંટારાઓને શોધવા પોલીસના ત્રણ દિવસથી હવાતિયા
    Next Article
    વેરાવળમાં બીમાર સિંહબાળનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું:9 દિવસની સારવાર બાદ માતા સાથે સુખદ મિલન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment