Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરોડામાં સરકારી કાગળોનો દુરુપયોગ:કેસર એક્ઝોટીકા ફ્લેટના દસ્તાવેજમાં ખોટી અશાંતધારાની પરવાનગી રજૂ કરી, દસ્તાવેજ બનાવનાર સામે ફરિયાદ

    8 hours ago

    અમદાવાદના નરોડા વિસ્તારમાં દસ્તાવેજમાં છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેસર એક્ઝોટિકા ફ્લેટના એક મકાનના દસ્તાવેજમાં અશાંતધારાની ખોટી પરવાનગીનો હુકમ જોડીને સરકાર સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે શાહીબાગ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કેવી રીતે ફૂટ્યો ભાંડો? અસારવા સબ-રજિસ્ટ્રાર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓની તપાસ દરમિયાન વર્ષ 2025નો એક દસ્તાવેજ ધ્યાને આવ્યો હતો. આ મિલકત ખરેખર અશાંતધારા હેઠળ આવતી ન હોવા છતાં, દસ્તાવેજમાં પશ્ચિમ અમદાવાદ સીટી ડેપ્યુટી કલેક્ટરનો 'અશાંતધારા પરમિશન' નો હુકમ જોડવામાં આવ્યો હતો.જ્યારે તત્કાલીન સબ-રજિસ્ટ્રાર આશિષ તાવીયાડે હુકમ પરનો QR કોડ સ્કેન કર્યો, ત્યારે કોઈ પણ ડેટા મળ્યો નહોતો. આથી શંકા જતા ડેપ્યુટી કલેક્ટર કચેરીમાં ખરાઈ કરાવવામાં આવી, જ્યાં જાણવા મળ્યું કે આવી કોઈ પરવાનગી ક્યારેય અપાઈ જ નથી. પોલીસ તપાસમાં મોટો ખુલાસો શાહીબાગ પોલીસની પ્રાથમિક તપાસમાં મહત્વની વિગતો બહાર આવી છે. મકાન ખરીદનાર મીનાબેન પટેલના પુત્ર ભાવિકભાઈએ આ દસ્તાવેજ તૈયાર કરવા માટે વાડજ વિસ્તારમાં રહેતા કામીત રાવલનો સંપર્ક કર્યો હતો. એટલું જ નહીં આ તમામ કાગળો અને દસ્તાવેજ તૈયાર કરવા બદલ આરોપીને રૂ. 1.57 લાખ ચૂકવવામાં આવ્યા હતા. જે વિસ્તારમાં અશાંતધારો લાગુ જ પડતો નહોતો, ત્યાં ખોટી રીતે પરવાનગીનો લેટર બનાવી દસ્તાવેજ સાથે જોડી દેવામાં આવ્યો હતો. સબ-રજિસ્ટ્રાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે શાહીબાગ પોલીસે કામીત રાવલ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીએ આ રીતે અન્ય કેટલા દસ્તાવેજોમાં ખોટી પરમીશનનો ઉપયોગ કર્યો છે અને આ કૌભાંડમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ.
    Click here to Read More
    Previous Article
    યુવકે ટ્રેનમાં અમદાવાદના આધેડ વેપારીને મિત્રતા કરી ફસાવ્યા:વીડિયો કોલમાં ઉત્તેજિત કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો, બ્લેકમેલ કરીને 8.88 લાખ પડાવ્યા
    Next Article
    PMLA case against suspended DIG Bhullar: ED freezes Rs 1.4 cr after recovering incriminating docs during searches at 11 locations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment