Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવકે ટ્રેનમાં અમદાવાદના આધેડ વેપારીને મિત્રતા કરી ફસાવ્યા:વીડિયો કોલમાં ઉત્તેજિત કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો, બ્લેકમેલ કરીને 8.88 લાખ પડાવ્યા

    10 hours ago

    અમદાવાદના જશોદાનગર વિસ્તારમાં રહેતા આધેડ વેપારીને પંજાબના ફિરોજપુરના યુવકે ટ્રેનમાં મિત્રતા કરીને વીડિયો કોલ મારફતે ખરાબ વાતોથી ઉત્તેજિત કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ સગા સંબંધી અને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી રૂ. 8.88 લાખ પડાવી લીધા હતા. આ વીડિયો બાબતે ક્રાઈમ બ્રાન્ચના PIની ઓળખ આપીને પણ રાહુલ નામના શખ્સે 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે આધેડ વેપારીએ ખોખરા પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકે ટ્રેનમાં મિત્રતા કરી ફસાવ્યા, ગુગલ પેથી 17 હજાર પડાવ્યા મળતી માહિતી મુજબ, જશોદાનગરમાં 54 વર્ષીય આધેડ તેના પરિવાર સાથે રહે છે અને કેટરિંગનો વ્યવસાય કરે છે. 2023માં તેઓ ટ્રેનમાં બેસીને પંજાબ ખાતે જતા હતા, ત્યારે ફિરોજપુર સ્ટેશન પર તેમની બાજુમાં એક વ્યક્તિ બેઠો હતો જેણે પોતાનું નામ નિખિલ પુરાના જણાવ્યું હતું. વાતચીત કરતા તેમની સાથે મિત્રતા થઈ હતી અને મોબાઈલ નંબરની આપ લે થઈ હતી. બે મહિના બાદ નિખિલે ફોન કરી અને કહ્યું હતું કે મારી માતાની તબિયત ખરાબ છે અને મારા ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. પરીક્ષાની ફી ભરવા પૈસાની જરૂર છે. જેથી આધેડ વેપારીએ ઓનલાઇન ગુગલ પે મારફતે 17,000 રૂપિયા આપ્યા હતા. વીડિયો કોલમાં ઉત્તેજિત કરીને અશ્લીલ વીડિયો બનાવી લીધો ત્યારબાદ વોટ્સએપ નંબર ઉપર એક વીડિયો મોકલ્યો હતો, જે બાબતે નિખીલને પૂછતા તેણે કહ્યું ભૂલથી તમારામાં આવી ગયો છે. સપ્ટેમ્બર 2025માં નિખીલે વીડિયો કોલ કર્યો હતો અને વીડિયો કોલમાં બિભત્સ વાતો કરી અને આધેડ વેપારીને ઉત્તેજિત કર્યો હતો. ત્યારબાદ તેની પાસે 2000ની માંગણી કરતા મિત્રતા ભાવથી ઓનલાઇન મોકલી આપવામાં આવ્યા હતાં. ત્યારબાદ નિખિલે તેના ફોનથી એક વીડિયો મોકલ્યો હતો જે જોતા તેમાં વીડિયો કોલમાં ઉત્તેજિત કર્યો હોવા અંગેનો અશ્લીલ વિડિયો હતો. અલગ અલગ ટ્રાન્જેક્શન અને રોકડા મળીને 8.88 લાખ પડાવ્યા આ વીડિયો બાબતે નિખિલના ભાઈ સાહિલ ખુરાનાએ ફોન કરી અને કહ્યું હતું કે કેમ મારા ભાઈ નિખિલ સાથે આવો ગંદો વીડિયો બનાવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી અલગ અલગ ટ્રાન્જેક્શન અને રોકડા મળી 8.88 લાખ રૂપિયા પડાવી લીધા હતાં. ધમકી આપીને 15 લાખ માગ્યા ત્યારબાદ રાહુલ નામના અજાણ્યા વ્યક્તિએ પણ ફોન કરીને ઓળખ આપી ડરાવી ધમકાવી 15 લાખની માંગણી કરી હતી. આ સમગ્ર મામલે તેઓએ સાઇબર ક્રાઇમમાં ફોન કરી ફરિયાદ લખાવી હતી જે બાદ ખોખરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી કાંગડાના ગુપ્ત ગંગા પહોંચ્યા:પંજાબ-JK અને હિમાચલના જિલ્લાધ્યક્ષોને ટ્રેનિંગ આપશે, 10 દિવસથી પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે
    Next Article
    નરોડામાં સરકારી કાગળોનો દુરુપયોગ:કેસર એક્ઝોટીકા ફ્લેટના દસ્તાવેજમાં ખોટી અશાંતધારાની પરવાનગી રજૂ કરી, દસ્તાવેજ બનાવનાર સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment