Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલા રામજી મંદિર રજત જયંતિ મહોત્સવ:રામોત્સવની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા નીકળી

    7 hours ago

    અમદાવાદના સોલા ગામમાં આવેલા 500 વર્ષ જૂના રામજી મંદિરના પુન:જીર્ણોદ્ધારની રજત જયંતિ નિમિત્તે બે દિવસીય રામોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. 29 અને 30 એપ્રિલના રોજ યોજાઈ રહેલા આ મહોત્સવમાં સોલા ગામના માર્ગો અને મંદિરોને નયનરમ્ય રોશનીથી શણગારવામાં આવ્યા છે. સોલા પાટીદાર ધર્માદા ટ્રસ્ટ દ્વારા આસ્થા અને શ્રદ્ધા સાથે આ રામોત્સવ ઉજવાઈ રહ્યો છે. મહોત્સવના પ્રારંભે શ્રી રામજીના ઐતિહાસિક મંદિર પર ધજા આરોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સાયન્સ સિટી રોડ પર આવેલા સિલ્વર ક્રસ્ટ બંગ્લોઝમાં રહેતા પરેશ પટેલના નિવાસસ્થાનેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. ડીજેના તાલે ભક્તિગીતોની રમઝટ બોલાવતી આ શોભાયાત્રામાં સોલા ગામના હજારો શ્રદ્ધાળુ ભાઈઓ, બહેનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. શોભાયાત્રા બપોરે રામજી મંદિર પહોંચી હતી, જ્યાં તમામ શ્રદ્ધાળુઓ માટે શુદ્ધ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાત્રે સદ્દગુરુ આશ્રમ ખાતે ગરબાનું પણ આયોજન કરાયું હતું. રામોત્સવના બીજા દિવસે, 30 એપ્રિલે સવારે 09:00 વાગ્યે રામ યાગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. 21 ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આ રામ યાગ સંપન્ન કરાયો હતો. આ મહોત્સવ અંતર્ગત સોલા ગામની તમામ દીકરીઓને આમંત્રિત કરવામાં આવી હતી. દરેક દીકરીને કુલ 6500 રૂપિયાની કિંમતની 56 વસ્તુઓની કીટ પ્રસાદ તરીકે આપવામાં આવી હતી. કુલ 850 કીટ તૈયાર કરવામાં આવી હતી, જેમાં કાંસાની થાળી, વોટર જગ સહિત 56 વસ્તુઓનો સમાવેશ થાય છે. બે દિવસ સુધી ચાલેલા આ રામોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓએ આસ્થા અને શ્રદ્ધા સાથે ભાગ લીધો હતો. પાટીદાર સમાજના યુવકો અને સેવિકા બહેનોની ટીમે મહોત્સવને સફળ બનાવવા માટે સેવાકાર્યોમાં સક્રિય યોગદાન આપ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ:એમ્બ્રોડરીના ખાતામાં ડિજિટલ મશીનો અને કાપડનો જથ્થો બળીને ખાખ, અઢી કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં
    Next Article
    Why Dress Worn By The US Defence Secretary's Wife Is Fueling Online Debate

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment