Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ:એમ્બ્રોડરીના ખાતામાં ડિજિટલ મશીનો અને કાપડનો જથ્થો બળીને ખાખ, અઢી કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં

    8 hours ago

    સુરતના સારોલી વિસ્તારમાં આવેલી અંબિકા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં ગત મોડી રાત્રે આગની એક ગંભીર ઘટના બની હતી. ત્રણ માળની ઇમારતમાં બીજા માળે આવેલા એમ્બ્રોડરીના ખાતામાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 9 જેટલી ગાડીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્રણ માળની બિલ્ડિંગમાં બીજા માળે આગ લાગતા અફરાતફરી મળતી વિગત મુજબ, સારોલીની અંબિકા ઇન્ડસ્ટ્રીમાં મોડી રાત્રે જ્યારે શાંતિનો માહોલ હતો ત્યારે અચાનક એક એમ્બ્રોડરીના એકમમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતાં. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગ બિલ્ડિંગના બીજા માળે લાગી હોવાથી આસપાસના અન્ય એકમોમાં પણ આગ ફેલાવવાનો ડર પેસી ગયો હતો, જેના કારણે સ્થાનિકો અને શ્રમિકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડની 9 ગાડીઓએ અઢી કલાક 'વોટર કેનન' ચલાવ્યા ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગ તુરંત એક્શનમાં આવ્યું હતું. અલગ-અલગ ફાયર સ્ટેશનો પરથી 9 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને આગળ વધતી અટકાવી હતી. અંદાજે અઢી કલાકની ભારે મહેનત બાદ ફાયર જવાનો આગને સંપૂર્ણપણે ઓલવવામાં સફળ રહ્યા હતા. ડિજિટલ મશીનો અને કાપડનો જથ્થો બળીને ખાખ આ ભીષણ આગમાં ઇન્ડસ્ટ્રીમાં રહેલા કિંમતી ડિજિટલ એમ્બ્રોડરી મશીનો, કાપડનો મોટો જથ્થો તેમજ ફર્નિચર બળીને ખાખ થઈ ગયા છે. એમ્બ્રોઈડરીના ખાતામાંથી ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આગને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું મનાઈ રહ્યું છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી, જે મોટી રાહતની વાત છે. આગ લાગવાનું કારણ હજુ અકબંધ આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ ફાયર વિભાગ દ્વારા તપાસ કર્યા બાદ જ સાચું કારણ બહાર આવશે. હાલમાં ફાયર વિભાગ દ્વારા કુલિંગની કામગીરી પૂર્ણ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હેલિકોપ્ટરથી પહેલી વખત એકસાથે બે મિસાઈલ લોન્ચ:DRDO અને ભારતીય નૌકાદળે એડવાન્સ એર-લોન્ચ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું
    Next Article
    સોલા રામજી મંદિર રજત જયંતિ મહોત્સવ:રામોત્સવની ભવ્ય ઉજવણી, શોભાયાત્રા નીકળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment