Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:પાટણ સાયન્સ સેન્ટરમાં ફ્લાઈટ સિમ્યુલેટરમાં બેસી ચંદ્ર અને મંગળની સફરની અનુભૂતિ કરી શકાશે !

    15 hours ago

    પાટણમાં 2022 થી કાર્યરત થયેલ રીજિયોનલ સાયન્સ સેન્ટરમાં અહીંની પાંચ થીમ આધારિત ગેલેરીઓ – ડાયનોસોર ગેલેરી, માનવ વિજ્ઞાન ગેલેરી, નોબેલ પ્રાઈઝ કેમિસ્ટ્રી ગેલેરી, હાઇડ્રોપોનીક્સ ગેલેરી અને ઓપ્ટિક્સ ગેલેરી – લાખો મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જેને નિહાળી લોકો મનોરંજન સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી અંગે માર્ગદર્શન મેળવી રહ્યા છે. સાયન્સ સેન્ટરમાં હવે એક નવું અનોખું આકર્ષિત નજરાણું શરૂ થવા જઈ રહ્યું છે. જેનું નામ છે “ફ્લાઈટ સિમ્યુલેટર”- ચંદ્ર અને મંગળની અદભુત સફર.આ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ સિમ્યુલેટર મુલાકાતીઓને જાણે ખરેખર સ્પેસ શટલમાં બેસીને પૃથ્વીથી ચંદ્ર તરફ ઉડાન ભરવાનો રોમાંચક અનુભવ કરાવશે. જેમાં મુલાકાતીઓને ચંદ્ર પર ઉતરાણ કરાવવામાં આવશે. ત્યારબાદ રોવર બહાર નીકળશે અને ચંદ્ર પર પાણી શોધવા માટે મિશન પર જશે. માનવ વસવાટ સ્થાપિત કરવાની પ્રક્રિયાનો વર્ચુઅલ અનુભવ મળશે. તેમજ અનેક અનોખા દ્રશ્યો અને ઘટનાઓ દ્વારા દરેકને એક અવકાશયાત્રી બન્યાનો જીવંત અનુભવ થશે. સિમ્યુલેટર તૈયાર કરવા માટે અનેક ટેસ્ટિંગ, ટ્રાયલ્સ અને ઇન્સ્પેક્શન બાદ વિવિધ સંશોધન ડેટાનો અભ્યાસ કરીને મુલાકાતીઓને શ્રેષ્ઠ અનુભવ મળે તે માટે તેને સુસજ્જ બનાવવામાં આવ્યું છે. ફ્લાઈટ સિમ્યુલેટર વિજ્ઞાનપ્રેમીઓ માટે એક નવો આકર્ષણ સાબિત થશે. ગુજરાતના સ્થાપના દિવસ 1 મે થી આ રાઇડ્સ શરૂ કરવામાં આવનાર છે. આ નવું આકર્ષણ માત્ર બાળકો અને યુવાનોને જ નહીં, પરંતુ તમામ વયના લોકોને ભવિષ્યના અવકાશ પ્રવાસનો અસાધારણ અનુભવ કરાવશે. તેનો ચાર્જ 50 રહશે. - ડૉ. સુમિત શાસ્ત્રી , રિજિયોનલ સાયન્સ સેન્ટર ડાયરેક્ટર, (પાટણ તેજસ રાવળ ની વાતચીત આધારિત અહેવાલ ) ફ્લાઈટ સિમ્યુલેટર ( રાઇડ્સ) શું વિમાનમાં અંદર 3D પ્રોજેક્ટર ગોઠવેલ છે. પર્યટકને તેમાં જોવા માટે 3D લેન્સ પહેરાવવામાં આવશે. અંદર ચેર ઉપર બેસી 3D લેન્સ પહેરી પ્રોજેક્ટર શરૂ કરતા તમે ચંદ્ર અને મંગળની સફર ઉપર નીકળ્યા હોય તેમ વિમાન હવામાં ઊડી રહ્યું હોય તે રીતનું સીટીંગ (ખુરશી) એરેન્જમેન્ટ કરવામાં આવી છે. જે તમને વિમાનમાં બેસીને આકાશમાં જતા હોય તે રીતે હલનચલન કરશે. ચંદ્ર ઉપર લેન્ડીંગ કરશે. જાણે કે તમે વિમાનમાં બેસીને ચંદ્ર અને મંગળ ઉપર પહોંચ્યા હોય અને ફરી રહ્યા હોય તેવી અનુભૂતિ તમને અંદર થશે. થ્રીડી ફિલ્મ જોવું વિમાનની અંદર સેટઅપ ગોઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સિટી ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ:પાટણમાં 17.96 કરોડના ખર્ચે બે માળની નવીન કલેકટર કચેરી ઓક્ટોબર સુધીમાં બની જશે‎
    Next Article
    Pakistan Facing "Major Economic Fallout" Due To Iran War: Shehbaz Sharif

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment