Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું:પીપરીયા લવાછા કરમખલમાં ગંદકીની ભરમાર, સ્વચ્છતાના દાવા પર સવાલ

    8 hours ago

    સેલવાસની આજુબાજુ લાગેલા ગુજરાતના ગામો પીપરીયા, લવાછા, કરમખલ જેમા જ્યા જુઓ ત્યાં કચરાના ઢગલાઓ જોવા મળે છે. અહીં કચરાના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી અને સફાઈ પણ થતી નથી. આ કચરાના ઢગલા વચ્ચે નાના બાળકો પોતાનું ભવિષ્ય શોધતા જોવા મળે છે. ગાયો અને અન્ય પશુઓ આ ગંદકીના ઢગલામાં ખોરાક ખાવા મજબુર છે. આ દૃશ્ય ફક્ત પ્રશાસનિક વિફળતા નહિ પરંતુ એ દાવા પર તમાચો છે જેમા સ્વચ્છતા અને વિકાસની મોટી મોટી વાતો કરે છે. વડાપ્રધાન સ્વચ્છ ભારત અભિયાનને જનઆંદોલન બનાવવાની વાત કરે છે. ભાજપના નેતાઓ હાથોમાં ઝાડુ લઈને રસ્તાઓ પર ઉતરે છે ફોટો ખેંચાવે છે અને સોશિયલ મિડિયા પર સ્વચ્છતાના સંદેશ પ્રસારિત કરવામાં આવે છે. પરંતુ સવાલ એ છે કે, જયારે સત્તા કેન્દ્રથી લઇ રાજ્ય સુધી સરકાર છે છતાં પણ લવાછા, પીપરીયા અને કરમખલ જેવા વિસ્તારમાં ગંદકીનુ સામ્રાજ્ય કેમ છે ? આ ફક્ત સૌંદર્યકરણનો વિષય નથી પણ જાનસ્વાસ્થ્યનો ગંભીર સંકટ પણ છે. એક મહિના પછી વરસાદની સીઝન શરૂ થશે અગર તે સમયે કચરાના ઢગલા હટાવવામાં ના આવશે તો જળભરાવના કારણે બીમારીઓ ફેલાવવાની શક્યતા છે. સ્થાનિક લોકો માટે આ ગંદકી આવનાર દિવસોમા મહામારી જેવી સ્થિતિ પેદા કરી શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું જનપ્રતિનિધિઓ અને પ્રશાસનની નજર આ હાલતો પર નથી પડતી સ્થાનિક નાગરિકોની માંગ છે કે, પ્રશાસન તાત્કાલિક સફાઈ અભિયાન ચલાવી આ વિસ્તારનો કચરો મુક્ત કરે અને કચરા નિકાલની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરે, લોકોનું કહેવુ છે કે, પ્રશાસન અને જનપ્રતિનિધિ ફક્ત સ્વચ્છતાનો દાવો ના કરે, કામ કરીને પણ દેખાડે કારણ કે અગર અત્યારે આંખ નહિં ખુલે તો આવનાર દિવસોમાં આ ગંદકી ફક્ત દુર્ગંધ જ નહિં ફેલાવશે પરંતુ પ્રશાસનિક ઉદાસીનતાની દુર્ગંધ પણ દૂર સુધી જશે.
    Click here to Read More
    Previous Article
    36 રૂમો ધરાવતી બિલ્ડીંગ પર ફરી વળ્યું જેસીબી:સેલવાસમાં વિવાદને લઇ ત્રણ‎ માળની બિલ્ડીંગનું ડિમોલિશન‎
    Next Article
    IPL 2026 Points Table Today: MI vs SRH Update Orange & Purple Cap, Runs and Wickets List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment