Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપલામાં ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડીયાની જીત:યુવાનીમાં વિધવા બન્યા બાદ ચાની કીટલી શરૂ કરી, બે સંતાનોનો ઉછેર કર્યો; હવે કોર્પોરેટર બન્યાં

    9 hours ago

    રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડીયાને ટિકિટ આપી હતી. તેમની જીત બાદ હવે તેમની ચાની કીટલી જ મહિલા કોર્પોરેટરના કાર્યાલય તરીકે કાર્યરત થશે. ભાજપે રાજપીપલા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7 માં ગીતાબેન પાટણવાડીયા પર વિશ્વાસ મૂક્યો હતો. સામાન્ય જનજીવન સાથે જોડાયેલા આ મહિલાને જ્યારે ભાજપ તરફથી ઉમેદવારી મળી, ત્યારે તે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણવાડીયાએ ઘરે ઘરે જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. તેમની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધોને કારણે તેઓ મતદારોના મનમાં સ્થાન બનાવી શક્યા. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડીયા વિજેતા જાહેર થયા હતા. જીત બાદ ગીતાબેન પાટણવાડીયાએ જણાવ્યું હતું કે, “આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મૂક્યો તે મારા માટે ગૌરવની વાત છે.” તેઓ હાલમાં પોતાના રોજગાર માટે ચલાવતા ચાની કીટલીનો ધંધો ચાલુ રાખશે અને તે જ સ્થળ પર પોતાનું નાનું કાર્યાલય પણ શરૂ કરશે. આ કાર્યાલય દ્વારા તેઓ વિસ્તારના નાગરિકોની સમસ્યાઓ સાંભળી તેનું નિવારણ લાવવા પ્રયત્નશીલ રહેશે. સ્થાનિક રહીશો પણ ગીતાબેનના આ પ્રયાસને બિરદાવે છે. તેમની બાજુમાં રહેતા શિક્ષક નમિતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, તેઓ ગીતાબેનને છેલ્લા 40 વર્ષથી ઓળખે છે. ગીતાબેન યુવાનીમાં વિધવા બન્યા બાદ બે સંતાનોને ખૂબ મહેનત કરીને ચાની કીટલી ચલાવીને ગુજરાન ચલાવતા હતા અને આજે આટલા આગળ આવ્યા છે. નમિતાબેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે જેમ તેમણે ઘર સંભાળ્યું તેમ તેઓ વોર્ડ પણ સંભાળશે અને વિસ્તારમાં રોડ, પાણી, સફાઈ, લાઈટ, ગટર જેવી મૂળભૂત સુવિધાઓમાં સુધારો લાવવા માટે અસરકારક કામગીરી કરશે. આ ચૂંટણીમાં ગીતાબેન પાટણવાડીયાની જીતને લોકો “સામાન્ય માણસના પ્રતિનિધિની જીત” તરીકે પણ જોઈ રહ્યા છે. ભાજપે મહિલાને આગળ લાવીને નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    MI vs SRH IPL 2026 LIVE Score: Abhishek-Head put on 100-run stand for Sunrisers Hyderabad vs Mumbai Indians in Wankhede
    Next Article
    મોરબી મહાનગરપાલિકામાં મેયર પદમાં પ્રથમ અઢી વર્ષ OBC અનામત:સતવારા, બોરિચા સમાજના ઉમેદવાર દાવેદાર, ત્રણ મહિલા સહિત કુલ 13 વ્યક્તિઓ OBC કેટેગરીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment