Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી મહાનગરપાલિકામાં મેયર પદમાં પ્રથમ અઢી વર્ષ OBC અનામત:સતવારા, બોરિચા સમાજના ઉમેદવાર દાવેદાર, ત્રણ મહિલા સહિત કુલ 13 વ્યક્તિઓ OBC કેટેગરીમાં

    10 hours ago

    મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર પદ માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ ઓબીસી અનામત જાહેર કરાયું છે. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે તમામ 52 બેઠકો જીતીને ક્લીન સ્વીપ કરી છે. ભાજપના ચૂંટાયેલા 52 સભ્યોમાંથી, ઓબીસી કેટેગરીમાં ત્રણ મહિલા સહિત કુલ 13 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જોકે, પ્રથમ અઢી વર્ષ પછી મેયર પદ મહિલા અનામત હોવાથી, હાલમાં પ્રથમ મેયર મહિલા બને તેવી શક્યતા ઓછી છે. મેયર પદ માટે અનુભવી અને નવા નિશાળિયા વચ્ચે ચર્ચા ચાલી રહી છે. ઘણા ચૂંટાયેલા સભ્યો પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજેતા બન્યા છે. તેમને અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામ લેવાનો તેમજ વિકાસ માટે સરકારી ગ્રાન્ટ મેળવવાનો અનુભવ નથી. આથી, શહેરના આયોજિત વિકાસ માટે અનુભવી આગેવાનને મેયર પદની તક મળે તેવી શક્યતા છે. પાલિકામાં અગાઉ ચૂંટાયેલા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કામ કરવાનો અનુભવ ધરાવતા આગેવાનોમાં ભાવેશભાઈ અરજણભાઈ કંઝારીયા, બ્રિજેશ આપાભાઈ કુંભરવાડીયા અને ભાવિકકુમાર ભરતભાઈ જારીયાનો સમાવેશ થાય છે. મેયર પદ માટે સતવારા અને બોરિચા સમાજમાંથી દાવેદારી જોવા મળી રહી છે. જો મેયર બોરિચા સમાજમાંથી આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતવારા સમાજમાંથી આવશે અને જો મેયર સતવારા સમાજમાંથી આવશે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બોરિચા સમાજમાંથી આવશે તે નિશ્ચિત છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પાટીદાર સમાજમાંથી આવે તેવી પણ શક્યતા છે. શાસક પક્ષના નેતા ક્ષત્રિય સમાજમાંથી અને શાસક પક્ષના દંડક બ્રહ્મણ કે સોની સમાજમાંથી હોઈ શકે છે. જોકે, પક્ષ દ્વારા કોને કયું પદ આપવામાં આવશે તે હાલમાં કહેવું મુશ્કેલ છે. મહાપાલિકાની પ્રથમ બોડીમાં મોભાદાર પદ મેળવવા માટે અંદરખાને લોબિંગ શરૂ થઈ ગયું છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપલામાં ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડીયાની જીત:યુવાનીમાં વિધવા બન્યા બાદ ચાની કીટલી શરૂ કરી, બે સંતાનોનો ઉછેર કર્યો; હવે કોર્પોરેટર બન્યાં
    Next Article
    Kolhapur police probe sexual exploitation of two women, SIT formed

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment