Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ પાલિકાએ ટ્રાફિક નડતરરૂપ દબાણ હટાવ્યું:એમ.જી. રોડ, શાકભાજી માર્કેટમાં કાર્યવાહી, વેપારીઓમાં ફફડાટ

    8 hours ago

    વલસાડ નગરપાલિકાએ આજે શહેરના એમ.જી. રોડ અને શાકભાજી માર્કેટ વિસ્તારમાં ટ્રાફિકને નડતરરૂપ દબાણો હટાવવા માટે ઝુંબેશ શરૂ કરી છે. આ કાર્યવાહીમાં અનેક લારી-ગલ્લા અને ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા, જેનાથી વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પાલિકાની ટીમે રેડીમેડ ગારમેન્ટની દુકાનો દ્વારા કપડાના પ્રદર્શન માટે ટ્રાફિકને નડતરરૂપ મુકવામાં આવેલા સ્ટેચ્યુ પણ જપ્ત કર્યા હતા. માર્ગ પર આડેધડ મુકાયેલા બોર્ડ, લારી-ગલ્લા અને અન્ય સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. વલસાડ શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે નગરપાલિકાએ આ પગલું ભર્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર વેપારીઓ અને ફેરિયાઓ દ્વારા કરવામાં આવેલા દબાણોને કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. નોંધનીય છે કે, પાલિકા દ્વારા મંગળવારે જ એમ.જી. રોડ પરના વેપારીઓને લાઉડસ્પીકર દ્વારા ટ્રાફિકને નડતરરૂપ દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જોકે, દબાણો યથાવત રહેતા આજે પાલિકાની ટીમ પોલીસ કાફલા સાથે કાર્યવાહી કરવા પહોંચી હતી. પાલિકાની આ કડક કાર્યવાહીને પગલે વર્ષોથી ટ્રાફિકની સમસ્યાથી પીડાતા નગરજનોમાં રાહતની લાગણી જોવા મળી છે. કેટલાક વેપારીઓને કડક શબ્દોમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો ફરીથી દબાણ કરવામાં આવશે તો દંડનીય કાર્યવાહી સાથે કાયદેસરના પગલાં લેવામાં આવશે. પાલિકા સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે, જેથી શહેરના માર્ગો પરનો ટ્રાફિક સુચારુ બની શકે.
    Click here to Read More
    Previous Article
    આજથી કોર્પોરેટરોની કામગીરી શરૂ:ભાજપના ધારાસભ્યની AMC અધિકારીઓ સાથે મીટિંગ, કોર્પોરેટરોના ફોન ઉપાડવા ટકોર; ચૂંટાયેલા પ્રતિનિધિના પ્રમાણપત્ર જમા
    Next Article
    NDTV Exit Poll LIVE Updates: Decoding Mood Of Voters In Bengal, Tamil Nadu, Assam, Kerala, Puducherry

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment