Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંડેસરામાં કચરો સળગાવતા ભીષણ આગ:શ્રમિકોના ઝૂંપડા રાખ થયા, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

    1 day ago

    સુરત શહેરના પાંડેસરા-બમરોલી વિસ્તારમાં તૃપ્તિ નગર પાસે આજે એક મોટી આગની ઘટના બની હતી. એક ઇન્ડસ્ટ્રીયલ ખાલી પ્લોટમાં કચરો સળગાવ્યા બાદ જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગને કારણે નજીકમાં રહેતા ગરીબ શ્રમિકોના ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા, જેના પગલે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. કચરાની આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું મળતી વિગત મુજબ, પાંડેસરા-બમરોલી રોડ પર આવેલા તૃપ્તિ નગર નજીક એક ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ લાંબા સમયથી ખાલી પડ્યો હતો. આ પ્લોટમાં જમા થયેલા કચરાને કોઈ અજાણ્યા શખ્સે સળગાવ્યો હતો. જોકે, પવનની ગતિ અને જ્વલનશીલ કચરો હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી દેખાવા લાગ્યા હતા. લોકોની સમયસૂચકતાથી શ્રમિકોનો આબાદ બચાવ આ ખાલી પ્લોટની અડીને જ શ્રમિકોના કેટલાક ઝૂંપડાઓ આવેલા હતા. આગ એટલી ઝડપથી પ્રસરી કે ઝૂંપડાઓ તેની લપેટમાં આવવા લાગ્યા હતા. જોકે, સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવી ત્વરિત દોડી આવ્યા હતા અને ઝૂંપડામાં રહેતા શ્રમિકો અને તેમના પરિવારજનોને તાત્કાલિક બહાર કાઢ્યા હતા. સદનસીબે, જાનહાનિ ટળી હતી પરંતુ ઘરવખરી બચાવી શકાઈ નહોતી. ઘરવખરીને મોટું નુકસાન ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ દુર્ઘટનામાં શ્રમિકોના રહેઠાણ સમાન ઝૂંપડાઓ અને તેમાં રહેલી તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે ગરીબ પરિવારો નોંધારા બની ગયા છે.
    Click here to Read More
    Previous Article
    MBBSમાં 'ચેટ જીપીટી' અને TYBAમાં 'ગાંધીજી'ની નોટ:VNSGUની પરીક્ષામાં ચોરીના અજબ-ગજબ નુસખા, કોઈએ પ્લાઝોમાં તો કોઈએ સ્કાફમાં બુક ઉતારી, ઉતરવહીમાં 100ની નોટ મૂકી લખ્યું-'પ્લીઝ પાસ કરી દેજો'
    Next Article
    LCB એ બાઇક ચોર ગેંગનો પર્દાફાશ કર્યો:રીઢા ગુનેગાર પાસેથી ત્રણ એક્ટિવા જપ્ત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment