Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજવા ગામના ગ્રામજનોએ રોડ માટે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:રસ્તાના અભાવે અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો

    1 week ago

    છોટા ઉદેપુરના રોજવા ગામના ગ્રામજનોએ આજે રોડ રસ્તાની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની માંગણીનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. મધ્યપ્રદેશ રાજ્યને અડીને આવેલું રોજવા ગામ છોટા ઉદેપુરનું છેવાડાનું ગામ છે. ગામને જોડતો રસ્તો અત્યંત ખખડધજ હાલતમાં છે. વારંવાર રસ્તાની માંગણી કરવા છતાં વહીવટીતંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ મુદ્દે ગ્રામજનોએ અગાઉ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરીને એકતા દર્શાવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, રોજવા ગામને જોડતો 3 કિલોમીટરનો રસ્તો લગભગ 20 વર્ષ પહેલા બન્યો હતો અને ત્યારથી તેનું સમારકામ કે નવનિર્માણ થયું નથી. આજે ગ્રામજનોએ એકઠા થઈને જિલ્લા કલેક્ટરને લેખિતમાં આવેદનપત્ર આપી રસ્તો બનાવવાની માંગ કરી છે. જો આ માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામું આપ્યું:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નબળા પ્રદર્શનની નૈતિક જવાબદારી સ્વીકારી
    Next Article
    BREAKING | પરિણામો બાદ ભાજપની મહત્વની બેઠક | CM Bhupendra Patel | Sthanik Swaraj Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment