Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને અમેરિકા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરી:કહ્યું- અમારું જહાજ જપ્ત કરવું દરિયાઈ ચાંચિયાગીરી; સુરક્ષા પરિષદ પગલાં લે

    1 week ago

    ઈરાને અમેરિકા વિરુદ્ધ સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરી છે. તેહરાન ટાઈમ્સના અહેવાલ મુજબ, પત્રમાં ઈરાને અમેરિકા પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે. ઈરાનનું કહેવું છે કે અમેરિકાએ તેના જહાજો જપ્ત કરીને ‘દરિયાઈ ચાંચિયાગીરી’ કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂત અમીર સઈદ ઈરાવાનીએ જણાવ્યું કે અમેરિકાએ ‘મેજેસ્ટિક’ અને ‘ટિફની’ નામના જહાજો કબજે કર્યા અને લગભગ 38 લાખ બેરલ ઈરાની તેલ પણ જપ્ત કરી લીધું. તેમના મતે, આ પગલું ગેરકાનૂની છે અને તે આંતરરાષ્ટ્રીય વેપારમાં દખલ કરવા સમાન છે. ઈરાનનો આરોપ છે કે અમેરિકાની આ કાર્યવાહી સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, આંતરરાષ્ટ્રીય કાયદા અને સમુદ્ર સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. ઈરાવાનીએ એમ પણ કહ્યું કે જો આવા પગલાંને રોકવામાં નહીં આવે, તો તે એક ખતરનાક ઉદાહરણ બની શકે છે, જેનાથી આખી દુનિયામાં કાયદો અને વ્યવસ્થા નબળી પડી શકે છે. ઈરાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને માગ કરી છે કે તે અમેરિકાના આ પગલાની નિંદા કરે અને આ મુદ્દે કાર્યવાહી કરે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. UAE એ ઓપેક છોડ્યું: સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 1 મેથી તેલ ઉત્પાદક દેશોના સંગઠન ઓપેકમાંથી 59 વર્ષ પછી બહાર નીકળવાની ઐતિહાસિક જાહેરાત કરી છે. ઓપેક વિશ્વના મોટા તેલ ઉત્પાદક દેશોનું જૂથ છે. 2. ટ્રમ્પે ઓફર ઠુકરાવી: ઈરાને અમેરિકાને હોર્મુઝ ખોલવા અને જહાજોની અવરજવર શરૂ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પછી પરમાણુ મુદ્દે વાત થવાની હતી, પરંતુ ટ્રમ્પે આ પ્રસ્તાવને ઠુકરાવી દીધો. 3. ત્રીજી વાર પાકિસ્તાન પહોંચ્યા ઈરાની વિદેશ મંત્રી: ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી મંગળવારે સવારે રશિયાની પોતાની યાત્રા પૂરી કર્યા પછી ઈસ્લામાબાદ પહોંચ્યા. છેલ્લા 48 કલાકમાં આ તેમની ત્રીજી પાકિસ્તાન મુલાકાત છે. 4. 10 લાખ નોકરીઓ ખતમ: ઈરાન સરકારે જણાવ્યું કે યુદ્ધના કારણે દેશમાં સીધા જ ઓછામાં ઓછી 10 લાખ નોકરીઓ ખતમ થઈ ગઈ છે. ભવિષ્યમાં 1 કરોડથી વધુ નોકરીઓનો ખતરો છે. 5. તેલના ભાવ વધ્યા: મંગળવારે પણ ક્રૂડ ઓઇલના ભાવમાં સતત સાતમા દિવસે વધારો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત 110 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ હતી. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Gujarat Election Result News : AAP का गुजरात में बड़ा खेल, दूसरी सबसे बड़ी पार्टी बनकर उभरी | AAP
    Next Article
    દમણ GIDCની ઋષિ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ:લાખોનું નુકસાન, ધુમાડાના ગોટેગોટા દૂરથી દેખાયા

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment