Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં ભાજપના વિજયજશ્નમાં સાંસદનો 'પુષ્પા સ્ટાઈલ' ડાન્સ:ચાર બેઠકોનું નુકસાન છતાં સત્તા જાળવી રાખતા ભાજપમાં ખુશીની લહેર, રાજેશ ચુડાસમાનો 'વાઈલ્ડ ફાયર' અંદાજ ચર્ચામાં

    11 hours ago

    વેરાવળ નગરપાલિકાની ચુંટણીના રસાકસીભર્યા જંગમાં અંતે ભાજપે સત્તા જાળવી રાખતા શહેરમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. વોર્ડ નંબર 11ના નિર્ણાયક પરિણામ સાથે ભાજપના પક્ષે બહુમતી આવતા કાર્યકરોમાં ઉમંગ અને ઉત્સાહ છલકાયો હતો.ગત ટર્મની સરખામણીએ ચાર બેઠકોનું નુકસાન સહન કરવું પડ્યું હોવા છતાં “સત્તા બચી ગઈ” એ ભાવનાએ ભાજપ ખેમામાં હાશકારો ફૂંક્યો હતો. વિજય બાદ શહેરમાં નીકળેલા ભવ્ય સરઘસે સમગ્ર વાતાવરણને ઉત્સવી રંગમાં રંગી દીધું હતું. ઢોલ-નગારા અને ડીજેના તાલે ભાજપ કાર્યકરો નાચતા-ગાતા શહેરભરમાં ફર્યા હતા. આ સરઘસનું મુખ્ય આકર્ષણ બન્યા સાંસદ રાજેશ ચુડાસમા, જેમણે ઉમેદવારો કરતાં પણ વધુ ઉમંગ સાથે વિશેષ વિજયોત્સવ ઉજવ્યો હતો. ડીજેના ઊંચા તાલે સાંસદ રાજેશ ચુડાસમા નાચતા જોવા મળ્યા હતા. તેમના અનોખા અંદાજે જાણે રાજકીય ઉજવણીને ફિલ્મી રંગ આપી દીધો હોય તેમ લાગી રહ્યું હતું. ખાસ કરીને લોકપ્રિય ફિલ્મ Pushpa: The Riseથી પ્રેરિત “પુષ્પા સ્ટાઈલ”માં રજૂ કરાયેલ “વાઈલ્ડ ફાયર” અંદાજે કાર્યકરોમાં જબરદસ્ત ઉત્સાહ જગાવ્યો હતો. તેમની આ અદા જોતા કાર્યકરોમાં ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી અને સમગ્ર ટાવર ચોક વિસ્તારમાં ઉત્સાહની લહેર ફરી વળી હતી. વેરાવળ નગરપાલિકાના વિજય સરઘસમાં સાંસદ રાજેશ ચુડાસમાનો વિશેષ અંદાજ સાથેનો ઉત્સાહ સહુ કોઈ માટે ચર્ચાનો વિષય બન્યો હતો. રાજકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આ ચુંટણી માત્ર સત્તાનો જંગ નહોતો, પરંતુ પ્રતિષ્ઠાનો મુકાબલો પણ હતો. કોંગ્રેસ તરફથી નેતૃત્વ કરી રહેલા સોમનાથ ના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા સામે ભાજપે તાજેતરમાં ચોરવાડ નગરપાલિકામાં વિજય મેળવ્યો હતો. એ જીત બાદ પણ સાંસદ રાજેશ ચુડાસમાએ ચોરવાડ ની બજારમાં નીકળેલ વિજય સરઘસમાં “પુષ્પા સ્ટાઈલ”માં ઉજવણી કરી હતી, અને હવે વેરાવળમાં પણ એ જ અંદાજ ફરી જોવા મળતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. ચુંટણી પ્રચાર દરમિયાન ટાવર ચોક ખાતે યોજાયેલી જાહેરસભામાં સાંસદે “ચોરવાડ વાળી” કરવાની ઘોષણા કરી હતી. પરિણામો બાદ હકીકતમાં એ જ દ્રશ્ય સર્જાતા તેમની ખુશીનો પાર રહ્યો નહોતો. વિજય સરઘસ જ્યારે ટાવર ચોક પહોંચ્યો ત્યારે સાંસદ ફરી એકવાર “વાઈલ્ડ ફાયર” અંદાજમાં ઝૂમી ઉઠ્યા હતા, જાણે તેમની રાજકીય આગાહી સાબિત થઈ હોય તેવો સંદેશ આપી રહ્યા હોય. સ્થાનિક ભાજપ વેરાવળ પાલિકામાં આ વખતે ચાર બેઠકના નુકસાન સાથે સતા ટકાવી રાખવામાં સફળ રહ્યાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યું હતું, પરંતુ સાંસદ રાજેશ ચુડાસમા તો કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમાને મ્હાત આપી એ ખુશીમાં ઝૂમી રહ્યા હતા તેવું ભાજપ ના કાર્યકરો માં સ્પષ્ટ ચર્ચાઈ રહ્યું હતું. આમ, એક તરફ ભાજપે સત્તા જાળવી રાખતા રાહતનો શ્વાસ લીધો છે, તો બીજી તરફ સાંસદ રાજેશ ચુડાસમાનો અનોખો “પુષ્પા સ્ટાઈલ” વિજયોત્સવ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વેરાવળની રાજકીય ધરતી પર આ વિજય સરઘસ માત્ર જીતનો જ નહીં, પરંતુ રાજકીય શક્તિ અને પ્રતિષ્ઠાનો પણ પ્રતીક બની રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જવાનગઢ પાટીયા પાસે મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 8 લોકોને ઈજા, હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    મહેસાણા તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ:પહેલીવાર જુઓ વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment