Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇવે પર અકસ્માતમાં દીપડાનું કરુણ મોત:માંગરોળના કોસ્ટલ હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે દીપડાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

    8 hours ago

    ​જૂનાગઢ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તાર એવા માંગરોળ પંથકમાં વન્ય પ્રાણીઓના વિચરણની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે એક કરુણ અકસ્માત સામે આવ્યો છે. માંગરોળના લોએજ ગામ પાસે આવેલા કોસ્ટલ હાઇવે પર રાત્રિના અંધકારમાં એક રસ્તા ઓળંગી રહેલા દીપડાને અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓના કારણે દીપડાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. હાઇવે પર દીપડાનું શબ પડ્યું હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા આસપાસના લોકોના મોટા ટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા જેના કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ​ઘટનાની જાણ થતા જ માંગરોળ પોલીસ અને વન વિભાગનો કાફલો તાત્કાલિક લોએજ પાસેના અકસ્માત સ્થળે દોડી ગયો હતો. વન વિભાગના અધિકારીઓએ પ્રાથમિક તપાસ હાથ ધરી દીપડાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે પણ વન વિભાગે આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે માંગરોળ પંથકમાં છેલ્લા ઘણા સમયથી દીપડા અને સિંહ જેવા હિંસક વન્ય પ્રાણીઓની અવરજવરના વીડિયો સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થતા રહે છે જેના કારણે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં પહેલેથી જ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ​થોડા દિવસો પહેલા જ આ પંથકના એક નાળિયેરીના બગીચામાં દીપડો આરામ કરતો હોય તેવો વીડિયો પણ સામે આવ્યો હતો જેણે વન વિભાગની ચિંતામાં વધારો કર્યો હતો. માંગરોળ પંથક નાળિયેરી અને આંબાના બગીચાઓથી ભરપૂર હોવાથી વન્ય પ્રાણીઓને અહીં રહેઠાણ અને ખોરાક માટે અનુકૂળ વાતાવરણ મળી રહે છે પરંતુ હાઇવે પર વાહનોની વધતી ગતિ વન્ય જીવો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. ગત રાત્રિની આ ઘટના બાદ સ્થાનિકોમાં વન્ય પ્રાણીઓના વસવાટને લઈને ફરી એકવાર ચિંતાની લહેર જોવા મળી રહી છે.હાલમાં આ અકસ્માતને પગલે સમગ્ર માંગરોળ પંથકમાં ભારે ચકચાર જાગી છે અને વન વિભાગે દીપડાના મોતના કારણો અને વાહન ચાલકની ઓળખ કરવા માટે કાયદેસરની તપાસ તેજ બનાવી છે. આ ઘટનાએ સાબિત કર્યું છે કે માનવ વસાહત અને વન્ય જીવો વચ્ચેનો સંઘર્ષ હવે હાઇવે સુધી પહોંચી ગયો છે.વન વિભાગ દ્વારા હવે આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે કેવા પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં લાશ શોધવા ક્રાઇમ બ્રાન્ચ JCB લઈ પહોંચી:35 વર્ષ અગાઉ યુવતીની લાશ દાટી હોવાની બાતમી મળી હતી, અવશેષ મળશે તો વર્ષો જૂની હત્યાના કેસનો ભેદ ઉકેલાશે
    Next Article
    Entrepreneur Shares Reason For Calling Bengaluru "Loneliest" City: "No Inspiration For Idling"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment