Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ: ભાજપે સસ્પેન્ડ કરેલા પૂર્વ કોર્પોરેટર અપક્ષ જીત્યા:જનસેવા અને લોકપ્રિયતા પક્ષની રાજનીતિ પર ભારે પડી

    2 days ago

    બોટાદ જિલ્લામાં રાજકીય ગરમાવા વચ્ચે એક મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું છે. ભાજપ દ્વારા સસ્પેન્ડ કરાયેલા પૂર્વ કોર્પોરેટર છત્રજીતભાઈ ધાધલે વોર્ડ નંબર 9માંથી અપક્ષ ઉમેદવાર તરીકે નોંધપાત્ર વિજય મેળવ્યો છે. છત્રજીતભાઈ ધાધલ અગાઉ ભાજપના નગરપાલિકા કોર્પોરેટર રહી ચૂક્યા છે. આ વખતે પાર્ટી દ્વારા ટિકિટ ન મળતા તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડવા બદલ ભાજપે તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા. આમ છતાં, સ્થાનિક સ્તરે તેમની જનસેવા અને લોકપ્રિયતા મજબૂત સાબિત થઈ. મતદારોએ પક્ષના પ્રતીક કરતાં વ્યક્તિગત કાર્યને વધુ મહત્વ આપી તેમને વિજયી બનાવ્યા. વિજય બાદ વિસ્તારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ઠેર ઠેર છત્રજીતભાઈ ધાધલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. લોકોએ કંકુ તિલક કરી, શાલ ઓઢાડી અને મીઠાઈ ખવડાવી તેમની જીતની ઉજવણી કરી. બોટાદ નગરપાલિકાની કુલ 44 બેઠકોમાંથી 40 બેઠકો પર ભાજપનો વિજય થયો છે, જ્યારે ત્રણ બેઠકો કોંગ્રેસને અને એક બેઠક અપક્ષ ઉમેદવારને મળી છે. આ જીતે સ્થાનિક રાજકારણમાં નવા સંકેતો આપ્યા છે, જ્યાં વ્યક્તિગત વિશ્વાસ અને સેવા ભાવના પક્ષની રાજનીતિ પર ભારે પડી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય કર્મચારીઓ અને શિક્ષકો માટે 2% DA વધારાની માંગ તેજ:ABRSM ગુજરાતે મુખ્યમંત્રીને કરી તાત્કાલિક નિર્ણયની અપીલ
    Next Article
    BJP Claims EVM Tampering, Says Button "Taped" In Trinamool Stronghold

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment