Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય કર્મચારીઓ અને શિક્ષકો માટે 2% DA વધારાની માંગ તેજ:ABRSM ગુજરાતે મુખ્યમંત્રીને કરી તાત્કાલિક નિર્ણયની અપીલ

    2 days ago

    રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકો માટે મોંઘવારી ભથ્થું (DA) વધારવાની માંગ ફરી એકવાર ઉઠી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરીને કેન્દ્ર સરકારની તાજેતરની જાહેરાત મુજબ 2% DA વધારાનો લાભ રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોને પણ તાત્કાલિક આપવા માંગ કરવામાં આવી છે. રાજ્યના કર્મચારીઓ DA વધારાની લાંબા સમયથી રાહે સંઘના પત્રમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2% મોંઘવારી ભથ્થું વધારવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ગુજરાત રાજ્યના કર્મચારીઓ અને શિક્ષકોમાં પણ આ વધારાની અપેક્ષા છે. વધતી મોંઘવારી, રોજિંદા જીવનના વધતા ખર્ચ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના ભારને ધ્યાનમાં લેતા આ વધારો અત્યંત જરૂરી હોવાનું સંઘે જણાવ્યું છે. સંઘના આગેવાનોનો દાવો છે કે, લાંબા સમયથી રાજ્યના કર્મચારીઓ DA વધારાની રાહ જોઈ રહ્યા છે. સમયસર નિર્ણય લેવાથી કર્મચારીઓમાં સંતોષ વધશે અને સરકાર પ્રત્યે વિશ્વાસ મજબૂત બનશે. શૈક્ષણિક અને વહીવટી તંત્રને પણ વધુ મજબૂત બનાવશે વધુમાં સાતમા પગાર પંચ હેઠળ મોંઘવારી વધારાની સાથે અન્ય લાભોમાં પણ યોગ્ય વધારો કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. સંઘે આશા વ્યક્ત કરી છે કે રાજ્ય સરકાર કર્મચારીઓ અને શિક્ષકોની લાગણીઓને સમજશે અને વહેલી તકે સકારાત્મક નિર્ણય કરશે. અંતમાં સંઘે જણાવ્યું છે કે આ નિર્ણય માત્ર કર્મચારીઓ માટે રાહતરૂપ નહીં બને, પરંતુ રાજ્યના શૈક્ષણિક અને વહીવટી તંત્રને પણ વધુ મજબૂત બનાવશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જવાનગઢ પાટીયા પાસે મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા
    Next Article
    બોટાદ: ભાજપે સસ્પેન્ડ કરેલા પૂર્વ કોર્પોરેટર અપક્ષ જીત્યા:જનસેવા અને લોકપ્રિયતા પક્ષની રાજનીતિ પર ભારે પડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment