Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજથી મેયર પદ માટેની ચર્ચા:રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના નગરપતિ સાથે મુખ્ય પાંચ પદાધિકારીઓ, વાંચો કોણ છે રેસમાં?

    11 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. 160 બેઠકો મેળવીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા ફરી આવી છે ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદમાં નગરપતિ એવા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક કોણ બનશે તે અંગે ચર્ચા શરૂ થઈ ચૂકી છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર પદ OBC પુરુષ માટે અનામત છે. અનુભવી અને સિનિયર રહી ચૂકેલા કોર્પોરેટરને મેયર બનાવવામાં આવતા હોય છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પણ અનુભવી અને નિર્ણય લઇ શકે એવા લોકોને પદ મળે છે. મેયર પદ માટે થલતેજ વોર્ડના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મજબૂત દાવેદાર ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ મહાનગરપાલિકામાં મુખ્ય પાંચ પદાધિકારીઓ માટે અનેક અનુભવી અને સિનિયર લોકોથી લઈને પ્રથમ વખત ચૂંટણી લડેલા લોકો પણ દાવેદાર છે. માત્ર મેયર પદ રોટેશન પ્રમાણે OBC પુરુષ માટે અનામત હોવાથી મેયર તરીકે પુરુષને સ્થાન મળશે. મેયર પદ માટે થલતેજ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ મજબૂત દાવેદાર છે. પ્રથમ વખત ચૂંટણી લડેલા બોડકદેવના કોર્પોરેટર ધરમશી દેસાઈ પણ દાવેદાર છે જ્યારે નિકોલ વોર્ડના સૌથી વધુ મત મેળવેલા દીપક પંચાલ પણ મેયર પદ માટે રેસમાં છે. વેજલપુર વોર્ડના સિનિયર કોર્પોરેટર રાજુ ઠાકોર પણ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે. સામાન્ય રીતે જો મેયર પદ પર પુરુષ હોય તો મહિલા ડેપ્યુટી મેયર અને મેયર મહિલા હોય તો ડેપ્યુટી મેયર પુરુષ તરીકે મૂકવામાં આવતા હોય છે. મેયર પદ પર પુરુષ હોવાના પગલે ડેપ્યુટી મેયર તરીકે મહિલા મુકાઈ શકે છે. ડેપ્યુટી મેયર પદના દાવેદાર તરીકે લાંભા વોર્ડના ડો. ચાંદની પટેલ, સાબરમતી વોર્ડના અંજુબેન શાહ, રાણીપ વોર્ડના ભાવિ પંચાલ, અસારવા વોર્ડના અનસુયા પટેલ નરોડા વોર્ડના દિવ્યાબેન નિકુંજ ખાખી, સરદારનગર વોર્ડના ડિમ્પલ વરિંદાની, ઓઢવના મીના રઘુવેન્દ્ર ઠાકોર અથવા વિલાસબેન દેસાઈ છે. વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટરને પણ ચેરમેન પદ માટે દાવેદાર મનાય છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મજબૂત દાવેદારમાં પાલડી વોર્ડના જૈનિક વકીલ છે. બોડકદેવ વોર્ડના કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને ફરી કમાન સોંપાઈ શકે છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે પાટીદાર ચહેરાઓ ખૂબ દાવેદાર છે. શહેરના પૂર્વ મહામંત્રી અને નિકોલ વોર્ડના પરેશ લાખાણી પણ અનુભવી હોવાના પગલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મળી શકે છે. જોધપુર વોર્ડના કોર્પોરેટર વિનોદ પટેલ અથવા ભાગ્યેશ પટેલ અને વસ્ત્રાલ વોર્ડના કોર્પોરેટર પરેશ પટેલ ચેરમેન પદમાં દાવેદાર માનવામાં આવે છે. શાસક પક્ષના નેતા તરીકે સ્ટેડિયમ વોર્ડના કોર્પોરેટર જીતેન્દ્રભાઈ ખચરિયા, ઘાટલોડિયા વોર્ડના પ્રવીણ અંબાલાલ પટેલ, વિરાટનગરના મુકેશ પટેલ, શાહીબાગ વોર્ડના જશુભાઈ ઠાકોર સહિતના નેતાઓ દાવેદાર માનવામાં આવી રહ્યા છે જ્યારે દંડક તરીકે ખોખરા વોર્ડના નયન બ્રહ્મભટ્ટ, ઠક્કરબાપાનગરના રણજીતસિંહ વાળા, શાહપુર વોર્ડના હિતેન્દ્ર બાબુભાઈ પરમાર સહિતના નેતાઓ દાવેદાર માનવામાં આવી રહ્યા છે. પ્રદેશના નેતાઓ દ્વારા મુખ્ય ત્રણ નામ મોકલાશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપ દ્વારા ફરી સત્તા મેળવવામાં આવી છે અને 159માંથી એક બેઠક વધારીને 160 બેઠકો પર વિજય મેળવ્યો છે, જેમાં મેયર સહિત મુખ્ય પાંચ પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવનાર છે, આગામી એક અઠવાડિયામાં મુખ્ય પાંચ પદાધિકારીઓની જાહેરાત સામાન્ય સભામાં કરવામાં આવશે. મેયર પદના નામ માટે શહેર ભાજપ સંગઠન તરફથી નામો પ્રદેશ પાર્લામેન્ટરી સુધી આપવામાં આવશે અને ત્યારબાદ પ્રદેશના નેતાઓ દ્વારા નામો આપવામાં આવશે મુખ્ય ત્રણ નામ મોકલવામાં આવશે, જેમાંથી એક કોઈ નામ પર મોહર વાગી શકે છે.
    Click here to Read More
    Previous Article
    કરિશ્મા કપૂરે પાપારાઝીને આપી ચેતવણી:પાછળ ફરતી વખતે એક્ટ્રેસે ટોકતાં કહ્યું- વધુ ઝૂમ ન કરતા; લોકોએ વાતને સમર્થન આપ્યું
    Next Article
    જામનગરમાં ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું:60 કોર્પોરેટરોનું સન્માન, નેતાઓએ મતદારોનો આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment