Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ:ભાજપે કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે અસામાજિક તત્વોનો સહારો લીધો નથી: મંત્રી અમૃતિયા .

    8 hours ago

    મોરબી-માળિયા વિધાનસભા બેઠક હેઠળની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ વિજયને ઉત્સવ તરીકે ઉજવવા અને વિજેતા ઉમેદવારોને પ્રોત્સાહિત કરવા માટે રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના નિવાસસ્થાને એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્તા કે દબાણ વગર મેળવેલી જીત: મંત્રી અમૃતિયા ઉમા ટાઉનશીપ સ્થિત નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કાંતિ અમૃતિયાએ વિજેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ ચૂંટણીમાં ભાજપે કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે કોઈ અસામાજિક તત્વોનો સહારો લીધો નથી. આ જીત માત્ર કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ છે. તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરી હતી કે, પક્ષને વફાદાર અને પ્રમાણિક કાર્યકર્તાઓની જરૂર છે. આગામી 5 વર્ષ દરમિયાન ભ્રષ્ટાચારમુક્ત રહીને શ્રેષ્ઠ કામગીરી કરવા તેમણે ભાર મૂક્યો હતો, જેથી કાર્યકર્તાઓને જનતા વચ્ચે જતી વખતે કોઈની ટીકા ન સાંભળવી પડે. ચૂંટણી પરિણામોના આંકડા: કુલ 10 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે યોજાયેલી આ ચૂંટણીમાં ભાજપનું વર્ચસ્વ જોવા મળ્યું છે: મોરબી મહાનગરપાલિકા: તમામ 52 બેઠકો પર ભાજપનો વિજય. મોરબી જિલ્લા પંચાયત: મોરબી અને માળિયા વિસ્તારની 8 બેઠકોમાંથી 7 બેઠકો ભાજપના ફાળે ગઈ. પાલિકા-પંચાયત: માળિયા નગરપાલિકામાં ભાજપના 7 ઉમેદવારો વિજેતા બન્યા છે. આ ઉપરાંત મોરબી અને માળિયા તાલુકા પંચાયતમાં પણ ભાજપે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. ઉપસ્થિત મહાનુભાવો આ સન્માન સમારોહમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિ રાજકોટિયા, જિલ્લા પ્રભારી ગજેન્દ્ર સક્સેના, લાખા જારીયા, પ્રદીપ વાળા તેમજ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડીયા, પૂર્વ પ્રમુખ નિલેશ જેતપરિયા અને હરેશ બોપલિયા સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા. તમામ નવનિર્વાચિત સભ્યોનું પક્ષના હોદ્દેદારો દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી:44 બેઠકો પર કોંગ્રેસ સાથે કાંટાની ટક્કર, 2027 માટે મહત્વના સંકેત
    Next Article
    817 પાટણવાસીઓએ NOTA દબાવ્યું:પાટણ નગરપાલિકા ચૂંટણીમાં સ્થાનિક પ્રશ્નો અને એન્ટી-ઇન્કમ્બન્સી કારણભૂત; 11 વોર્ડમાં 114 ઉમેદવાર લડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment