Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ નગરપાલિકામાં ભાજપે સત્તા જાળવી રાખી:44 બેઠકો પર કોંગ્રેસ સાથે કાંટાની ટક્કર, 2027 માટે મહત્વના સંકેત

    10 hours ago

    વેરાવળ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સત્તા જાળવી રાખી છે. કુલ 44 બેઠકોમાંથી ભાજપને 24 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસને 20 બેઠકો પર વિજય મળ્યો છે. આ પરિણામોને 2027ની વિધાનસભા ચૂંટણી માટે મહત્વના સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. 26 એપ્રિલે ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વેરાવળ-પાટણ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેલ્લે સુધી કાંટાની ટક્કર જોવા મળી હતી. શરૂઆતમાં 10 વોર્ડની મતગણતરી સુધી ભાજપ અને કોંગ્રેસ બંનેને 20-20 બેઠકો મળી હતી. જોકે, વોર્ડ નંબર 11ની ચારેય બેઠકો ભાજપના ફાળે જતાં ભાજપે કુલ 24 બેઠકો સાથે નગરપાલિકા પર કબજો જાળવી રાખ્યો. કોંગ્રેસે સત્તા પરિવર્તન માટે છેલ્લે સુધી જોરદાર ટક્કર આપી હતી. વેરાવળ-પાટણ નગરપાલિકાની 11 વોર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપની એક બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. ગત 2021ની ચૂંટણીમાં ભાજપને 28 અને કોંગ્રેસને 13 બેઠકો મળી હતી. આ વખતે ભાજપે સત્તા જાળવી રાખવા માટે શરૂઆતથી જ અસરકારક રણનીતિ અપનાવી હતી. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ડિજિટલ પ્રચાર, જનસંપર્ક, સભાઓ અને મીટિંગો યોજીને ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો, જેના કારણે પરિણામોમાં છેલ્લે સુધી રસાકસી જોવા મળી. વિજય બાદ ભાજપ સંગઠન દ્વારા મધ્યસ્થ કાર્યાલયથી એક ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા સહિત ભાજપના હોદ્દેદારો, સમર્થકો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કરંટ એકાઉન્ટ ખોલાવવા માટેનો કસ્ટમર બની સુરત SBIને લૂંટી:બેન્કમાં 40 મિનિટ મેનેજર સાથે ટાઈમપાસ કર્યો, કેશવાન આવતા જ પિસ્તોલ સાથ 'ફિલ્મી' પ્લાન એક્ઝિક્યુટ કર્યો
    Next Article
    મોરબીમાં ભાજપના વિજેતા ઉમેદવારોનો સન્માન સમારોહ:ભાજપે કોઈ સત્તાનો દુરુપયોગ કર્યો નથી કે અસામાજિક તત્વોનો સહારો લીધો નથી: મંત્રી અમૃતિયા .

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment