Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:માઉન્ટ આબુના પ્રવાસે

    21 hours ago

    સ્પષ્ટ સૂચના અથવા ધમકી હતી કે, પરોઢિયે સાડા ત્રણે મોડામાં મોડું ઉઠી જવાનું છે. ચાર-સવા ચારે માઉન્ટ આબુ જવા ત્રણે ગાડીઓ સાથે નીકળી જશે. જે મોડા પડશે, એને પાછળ એકલા આવવું પડશે. બીજી ધમકી જેવી સૂચના એ હતી કે, ત્રણમાંથી એકે ય ગાડી વાઈફોને ચલાવવા આપવાની નથી... એ લોકો ભલે પાછળ બેઠી બેઠી મોંઢા ચાલુ રાખે, ગાડી નહિ! મારા એકલા માટે જ નહિ, ત્રણે ય કપલ્સમાંથી એકે યને પરોઢિયે ત્રણ-ચાર વાગે ઊઠવાની પ્રેક્ટિસ કે ઈવન જાણકારી ય નહિ. આટલા વહેલા ઊઠવા માટે પહેલું શું કરવાનું હોય, એનો જવાબ એક જ આવતો કે, રાત્રે વહેલું સૂઈ જવાનું! પણ કાળા માથાનો માનવી રાત્રે વહેલો સૂઈ સૂઈને કેટલા વાગે સૂએ? આમ તો, સજ્જન ઘરોના માણસો રાત્રે અગિયાર-બાર સુધી જાગવા ટેવાયેલા હોય છે એટલે એટલા વહેલા સૂઈ જઈએ તો ઊંઘ માંડ અઢી-ત્રણ કલાકની થાય ને એમાં પાછી પરોઢિયે આબુ સુધી ગાડી ચલાવવાની! એમાં ય ગાડી ચલાવતા બાજુમાં બેઠેલીની પળેપળની સૂચનાઓ સાંભળે જવાની, ‘એ જો જો... પેલી કાર આવે છે...! અરે ભ’ઈ, આમથી ક્યાં લો છો...? આ બાજુથી કાઢો. સામે ટેમ્પો નથી દેખાતો? અને સાંભળો... ચા પીવા હિંમતનગર રોકજો...ત્યાંના તો ફાફડા ય સરસ આવે છે! અને....બહુ ટાયલા થઈને ફાફડાના પૈસા ‘હું જ આપું....હું જ આપું...’ એવા ગાંડપણ ના કરતા....(કાનમાં) પૈસા આ લોકોને આપવા દેજો!’ ‘જુઓ જુઓ જરી...આ મર્સીડીઝવાળો આપણને ઓવરટેક કરવા માંગે છે...!” સાલું, આટલી બધી કચકચ સાંભળીને એમે ય ન કહેવાય કે, ‘લે ભ’ઈ....ગાડી તું ચલાય!’ કીટલીવાળાની દુકાને ગાડી ઊભી રાખીએ ત્યાં બાકીની બન્ને ગાડીઓ આવી જાય! એમાં ફાંકાફોજદારી શરૂ થાય, ‘ઓ યાર... મેં તો 100થી નીચે કદી ચલાવી જ નથી... પણ આ પટેલિયો 60-65થી જ આગળ ન વધે. સાલું આપણે રહેવું તો પડે સાથે જ?’ બીજો જાણે જન્મ પહેલાનો ગાડી ચલાવતો હોય એમ કારના બૉનેટ પર હાથ મૂકીને કહેશે, ‘અરે યાર, તમને લોકોને ખબર જ નથી. ગાડી હાઈ-વે ની વચ્ચોવચ જ ચલાવવાની...ડાબી બાજુ નહિ!…’ ‘તે તારા ડ્રોઈંગ રૂમમાં ય ગાડી વચ્ચોવચ્ચ ચલાવે છે?’ વાત ગોટાએ અટકી. ‘સાલા ગરમાગરમ ગોટા તો ગણપતિના જ! શું સાથે કઢી આવે છે! હું તો 3-4 પડીયા પહેલાં કઢી જ પી લઉં. આવી કઢી ઘેર ન બને! હજી બીજા બસ્સો મંગાવવા છે?’ ‘જેટલા મંગાવવા હોય એટલા મંગાવો. સૉલ્જરીમાં આપણા પચ્ચા રૂપિયા પૂરા થઈ ગયા... હવે આપણો રૂપિયો ય નહિ!’ ‘તો હવે તારું એક ગોટું ય નહિ!. હવે હાથ ના મારતો. સાલો ચાર ગોટા એક હાથમાં પાછળ સંતાડીને બીજા હાથે પડીકામાંથી બીજા ચચ્ચાર ઉપાડે છે...!’ ‘...ને હા.... સૉલ્જરીમાં ય પાછો કડદો કરવાનો! મારા પોકેટમાં દસ જ રૂપિયા છે, કહીને ઉલ્લુ બનાવે છે.’ ‘બે હા, ભ’ઈ.... આબુના રિસોર્ટના ભાગે પડતા પૈસા અત્યારથી જ ઉઘરાવી લેજો...નહિ તો ત્યાં ય કહેશે, મારી પાસે તો બસ્સો રૂપિયા જ છે!’ જાણકારો જાણે છે કે, ગાડીમાં માઉન્ટ ચઢવો ખાસ અઘરો નથી, પણ ઉતરવામાં સારામાં સારી ડ્રાઈવિંગ-સ્કિલ જોઈએ, સ્પીડ ઉપર કન્ટ્રોલ જોઈએ ને ખાસ તો, કાર ચલાવનારે વાતોએ નહિ વળગવાનું! (....અને ખાસ, વાઈફ સૂચના આપે એ રીતે તો ગાડી નહિ જ ચલાવવાની! બે જાતની બ્રેક પર કાબૂ હોવો જોઈએ....એક ગાડીની ને બીજી ગાંડીની!..આઈ મીન, બાજુમાં બેઠેલીની!) જોકે, આ સીઝન માઉન્ટ જવાની નથી. ભલે ઓછી, તો ય ગરમી તો ત્યાં ય લાગવાની! નકી લૅક આમ તો ઉનાળામાં ખાલી જેવું હોય છે, પણ તો ય બોટિંગ કરવા જેટલું પાણી હોય તો ભયો ભયો! બહુ મોટા ઉપાડે અમારો ત્રિવેદી અમને બધાને એક જ બોટમાં બેસાડી જાતે હલેસા મારવા ગયો, પણ નીચે હલેસું ડૂબે, એટલું પાણી જ નહિ ને હલેસું ભોંય પર અથડાય! એમાં ય, અમારામાંથી એકાદ સ્માર્ટીએ ત્રિવેદીને ભડકાવ્યો કે ‘હવે પહેલાં જેટલા મગરો (ક્રોકોડાઈલ્સ) નકી લૅકમાં થતા નથી...ધ્યાન એટલું રાખવાનું કે એના જડબાં ઉપર હોડીનું હલેસું અથડાવું ન જોઈએ!’ આટલી મજાકમાં તો ત્રિવેદીએ બૉટમાં જ હલેસું પછાડ્યું. ‘મારે નથી બૉટ-ફૉટ ચલાવવી! સાલું કાંઈ થાય તો મગર તો આપણો ફૅસ જ યાદ રાખે ને?’ આવા યારદોસ્તોના પ્રવાસોમાં થતું આવ્યું છે, એમ જ અહીં થયું. ખર્ચના ભાગ પાડવાના આવ્યા ત્યારે એકની દલીલ એવી હતી કે, એની વાઈફને તો ઉપવાસ હતો, એટલે એક દિવસનો જ ખર્ચો લાગે. બીજો કહે, ‘હું ને મારી વાઈફ તો બૉટમાં બેઠાં જ નથી, એટલે ખર્ચમાં અમારો ભાગ નહિ ગણવાનો.’ એક તો વળી એવું લઈ આવ્યો કે, ‘અત્યારે તમે લોકો આપી દો....અમદાવાદ જઈને બનશે ત્યારે આપીશ.’ અમે ત્રણે સ્વિમિંગ-પુલમાં નહાવા પડ્યા. પત્નીઓ આદત મુજબ, ‘શોપિંગ’ કરવા ગઇ હતી. કલા કોણ કરી ગયું એની તો ખબર ન પડી, પણ અમારા કપડાં કોક ઉઠાવી ગયું. એની સાથે બેગો ય ગઇ. અડધા શરીરે ઊંચા થઇને ચારે બાજુ ચિંતાથી નજર દોડાવી, પણ કોઇ ગૅડ ન મળી. ચિંતા અને આઘાત સાથે કલાકેક આમ ને આમ પુલ પર બેસી રહ્યા. એકલા કૉસ્ચ્યૂમમાં જીંદગી કેવી રીતે કાઢવી? જીંદગી તો જાવા દિયો, પણ પારકા ગામમાં આમ અર્ધ-વસ્ત્રો પહેરીને બેસી ય ક્યાં સુધી રહેવું? અમદાવાદ પાછાં કેવી રીતે જવું? બસ. પાછાં ફરતી વખતે વાઈફોને કાર ચલાવવા દીધી. અમે છાતી પર સાડીઓ ઢાંકીને અમદાવાદ પાછા આવ્યા. સિક્સર મારી કારની બ્રેક બરોબર વાગતી નહોતી. મિકેનિકે શાંતિથી કહ્યું, ‘ચિંતા ન કરોજી...મેં હૉર્ન ઘણું તોતિંગ નાંખ્યું છે...!’
    Click here to Read More
    Previous Article
    કવિ કાગનો માર્મિક ચિતાર:દીનદયાળુનો વાસ ક્યાં ક્યાં નથી?
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:ખાશાબા જાધવ: સાડા સાત દાયકા પછી ન્યાય?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment