Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓક્સિજન:જેવા સાથે તેવા

    2 days ago

    ‘જે ટલું થશે એટલું કરીશ.’ બિજોય તેના સીનિયર સમિત સાથે ફોન ઉપર વાત કરી રહ્યો હતો. ફોન મૂક્યો એટલે બાજુમાં બેઠેલા તેના પિતાએ તેને ઠપકો આપ્યો, ‘સીનિયર સાથે આવી રીતે વાત કરાય? તારાથી મોટા છે, વધુ અનુભવી છે.’ બિજોય નારાજગી સાથે બોલ્યો, ‘એમનું વર્તન સીનિયર જેવું હોવું જોઈએ ને!’ ત્યારબાદ સમિતની કથા માંડતા તે કહે કેવી રીતે તે પણ બધા ટીમ મેમ્બર્સ સાથે ‘રફ’ લેંગ્વેજમાં જ વાત કરતા હોય છે, શીખવાડવામાં, ટાસ્ક આપવામાં, રજા મંજૂર કરવામાં ગમતા એમ્પ્લોઈની ફેવર કરતા હોય છે. કોઈ એમનું કહ્યું ના કરે કે અણગમો દર્શાવે તો તેને હેરાન કરી દે અને હંમેશાં એક જ વાત કરે ‘જેવા સાથે તેવા.’ બિજોયની વાત તેના પિતાએ શાંતિથી સાંભળી અને આજે રજાના દિવસે ફોન કરવાનું કારણ પૂછ્યું. બિજોય કહે, ‘કાલથી તેમની દીકરીની બોર્ડની પરીક્ષા શરૂ થાય છે એટલે એ રજા ઉપર છે. માટે, અઠવાડિયાનાં ઢગલો કામ સોંપી દીધાં.’ ‘તું તેમની દીકરીને બેસ્ટ લક કહેવા ના ગયો?’ પિતાના આમ પૂછવાથી બિજોયને નવાઈ લાગી. પિતા કહે, ‘તારે જવું જ જોઈએ, એક પેન અને ચોકલેટ લઈને.’ બિજોયની તો જરાય ઈચ્છા નહોતી પણ પિતાએ ફોર્સ કરીને મોકલ્યો. બિજોય ત્યાં જઈને પાછો આવ્યો ત્યારે પિતાના પૂછતાં પહેલાં બોલ્યો, ‘સમિતભાઈ તો ખુશ થઈ ગયા. મને આઇસ્ક્રીમ ખવડાવ્યો, અને કહ્યું કે બહુ સ્ટ્રેસ ના લઉં, જરૂર લાગે ત્યારે ફોન કરીને પૂછી લઉં, મોડે સુધી રોકાઉ નહીં.’ બે અઠવાડિયાં પછી સમિતભાઈએ બિજોયને તેનાં મમ્મી-પપ્પા સાથે ઘરે જમવા બોલાવ્યો. બિજોય માટે આશ્ચર્ય હતું. બધાં મળ્યાં ત્યારે સમિતભાઈએ તેમની ગેરહાજરીમાં બધું કામ સુંદર રીતે સંભાળી લેવા માટે બિજોયનાં ખૂબ વખાણ કર્યાં. પપ્પા મલકાયા અને બિજોયના કાનમાં ધીમેથી બોલ્યા, ‘જોયું? જેવા સાથે તેવા. જે સારું કરે, તે સારું જ મેળવે. તમે શરૂઆત તો કરો.’
    Click here to Read More
    Previous Article
    Remo D’Souza recalls 2020 heart attack episode, shares what happened despite his no-smoking, healthy routine: ‘It was 100 per cent blockage’
    Next Article
    સહજ સંવાદ:જોજો, ક્યાંક આ તેજસ્વી સુરતને ભૂલી ના જવાય...

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment