Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો દબદબો:'આપ'નું ખાતું ન ખુલ્યું, કોંગ્રેસના ગઢમાં પણ જીત

    14 hours ago

    ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની પેટાચૂંટણીના પરિણામો જાહેર થતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. વલસાડ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના ગઢમાં ગાબડા પાડીને નોંધપાત્ર જીત મેળવી છે. ખાસ કરીને વલસાડ અને ડાંગ લોકસભા બેઠક હેઠળના વિસ્તારોમાં ભાજપનો દબદબો જોવા મળ્યો. આમ આદમી પાર્ટી (AAP) માટે વલસાડ જિલ્લામાં આ ચૂંટણી નિરાશાજનક રહી છે. જિલ્લામાં 'આપ' પોતાનું ખાતું ખોલાવવામાં નિષ્ફળ રહી, અનેક બેઠકો પર તેના ઉમેદવારોની ડિપોઝિટ પણ જપ્ત થઈ ગઈ. મતદારોએ ત્રીજા પક્ષને નકારીને ભાજપ પર વિશ્વાસ વ્યક્ત કર્યો. પારડી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપે વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે. અહીં ભાજપનો સંપૂર્ણ વિજય થયો, જેના પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. વિજેતા ઉમેદવારોના સમર્થકોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલ ઉડાડી વિજયોત્સવ મનાવ્યો. ભાજપના પ્રદેશ પ્રવક્તા ધવલ પટેલે આ જીતને ઐતિહાસિક ગણાવી હતી. તેમણે જણાવ્યું કે, વલસાડ જિલ્લા પંચાયતની તમામ બેઠકો, વાપી મહાનગરપાલિકા અને ઉમરગામ નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. પટેલે વધુમાં ઉમેર્યું કે, જે વાંસદા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી, ત્યાં પણ હવે ભાજપની તાલુકા અને જિલ્લા પંચાયત બેઠી છે. તેમણે આ પરિણામોને 2027ની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લા પંચાયતમાં AAPને બહુમતી, 15 બેઠકો જીતી:ભાજપની નાંદોદ, તિલકવાડામાં જીત; ડેડિયાપાડા સહિત 4માં AAPનો દબદબો
    Next Article
    સાબરકાંઠા જિલ્લાની ચૂંટણીનું પરિણામ:28 બેઠક પર ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસને માત્ર એક નગરપાલિકા મળી; જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment