Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા જિલ્લા પંચાયતમાં AAPને બહુમતી, 15 બેઠકો જીતી:ભાજપની નાંદોદ, તિલકવાડામાં જીત; ડેડિયાપાડા સહિત 4માં AAPનો દબદબો

    12 hours ago

    નર્મદા જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતોની ચૂંટણી માટેની મતગણતરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સંબંધિત તાલુકાઓમાં હાથ ધરવામાં આવી હતી. મતગણતરીના અંતે, આમ આદમી પાર્ટી (AAP) એ નર્મદા જિલ્લા પંચાયતની કુલ 22 બેઠકોમાંથી 15 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ને ફક્ત નાંદોદ અને તિલકવાડા તાલુકા પંચાયતોમાં જ જીત મળી છે. જ્યારે ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીએ પૂર્ણ બહુમતી હાંસલ કરી છે. નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકોમાંથી, AAP એ જાવલી, ખોપી, ચીકદા, આંબાવાડી, મંડાળા, ડેડીયાપાડા-1, ડેડીયાપાડા-2, ગરૂડેશ્વર, નઘાતપોર, કેવડીયા, ખડગદા, મોરજડી, માલ સામોટ, સેલંબા અને સાગબારા બેઠકો પર વિજય મેળવ્યો છે. ભાજપે આમલેથા, પ્રતાપનગર, ભદામ, વડિયા, તિલકવાડા, દેવલીયા અને અગર બેઠકો જીતી છે. ઉલ્લેખનીય છે કે ગત ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત સહિત તમામ તાલુકા પંચાયતો ભાજપના કબ્જામાં હતી. આ વખતે આમ આદમી પાર્ટીએ જિલ્લા પંચાયત તેમજ ડેડિયાપાડા, સાગબારા, ચીકદા અને ગરૂડેશ્વર તાલુકા પંચાયતો ભાજપ પાસેથી આંચકી લીધી છે. તાલુકા પંચાયતોના પરિણામો જોઈએ તો, નાંદોદ તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 13, AAP ને 4 અને કોંગ્રેસને 0 બેઠકો મળી છે. તિલકવાડા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 13, AAP ને 0 અને કોંગ્રેસને 3 બેઠકો મળી છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 1, AAP ને 17 અને કોંગ્રેસને 0 બેઠકો મળી છે. ચીકદા તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 1 અને AAP ને 15 બેઠકો મળી છે. સાગબારા તાલુકા પંચાયતની 18 બેઠકોમાંથી ભાજપને 5, AAP ને 13 અને કોંગ્રેસને 0 બેઠકો મળી છે. ગરુડેશ્વર તાલુકા પંચાયતની 16 બેઠકોમાંથી ભાજપને 3 અને AAP ને 13 બેઠકો પ્રાપ્ત થઈ છે.
    Click here to Read More
    Previous Article
    Editor's View: અમદાવાદમાં બે મોટા અપસેટ:ખાડિયા જવું ભાજપ માટે એલાર્મિંગ, કૉંગ્રેસ વિપક્ષને લાયક, AAPના સફાયામાં ચૈતરનું કદ વધ્યું, 6 પોઇન્ટમાં સટિક એનાલિસિસ
    Next Article
    વલસાડ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપનો દબદબો:'આપ'નું ખાતું ન ખુલ્યું, કોંગ્રેસના ગઢમાં પણ જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment