Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાર કે જીતને વાલે કો બાજીગર કહેતે હૈ!:મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છતાં પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે, નેકનામ બેઠક ગેમચેન્જર બની

    10 hours ago

    મોરબી જિલ્લા પંચાયતની કુલ 24 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપે 17 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસના ફાળે 7 બેઠકો આવી છે. જોકે, આ જંગી બહુમતી છતાં જિલ્લા પંચાયતમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળશે, કારણ કે જિલ્લા પંચાયતના પ્રમુખપદની બેઠક આદિવાસી અનામત છે અને તે બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થઈ છે. નેકનામ બેઠકે બદલ્યા સમીકરણો જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે ટંકારા તાલુકાની નેકનામ બેઠક અનામત રાખવામાં આવી હતી. નિયમ મુજબ આ બેઠક પરથી વિજેતા થનાર ઉમેદવાર જ પ્રમુખ બની શકે તેમ હોવાથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અહીં સીધો જંગ હતો. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન રમેશભાઈ દુબારિયાએ ભાજપના ઉમેદવારને પરાજિત કર્યા છે. આ જીત સાથે હવે ભાજપ પાસે 17 સભ્યોનું સંખ્યાબળ હોવા છતાં, અનામત બેઠક પર વિજેતા ઉમેદવાર ન હોવાને કારણે પ્રમુખપદ કોંગ્રેસના ફાળે જશે તે નિશ્ચિત બન્યું છે. તાલુકાવાર બેઠકોની સ્થિતિ ચૂંટણી પરિણામોનું વિશ્લેષણ કરીએ તો વિવિધ તાલુકાઓમાં પક્ષોની સ્થિતિ કેવી રહી છે? મોરબી તાલુકો: કુલ 6 બેઠકોમાંથી ભાજપે 5 બેઠકો પર વિજય મેળવ્યો છે. જોકે, સહકારી અગ્રણી મગન વડાવિયાના પુત્ર યશવંત વડાવિયા બગથળા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે. આ બેઠક પર કોંગ્રેસના સતિષ મેરજા વિજેતા થયા છે. વાંકાનેર તાલુકો: અહીં કોંગ્રેસનું વર્ચસ્વ જોવા મળ્યું છે. કુલ 7 બેઠકોમાંથી કોંગ્રેસે 5 બેઠકો જીતી છે, જ્યારે ભાજપ માત્ર કોઠી અને ઢુવા બેઠક પર જીત મેળવી શક્યું છે. હળવદ અને માળિયા તાલુકો: હળવદની તમામ 5 અને માળિયાની તમામ 3 બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરીને કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. ટંકારા તાલુકો: અહીંની 3 બેઠકો પૈકી 2 બેઠક ભાજપે જીતી છે, જ્યારે મહત્વની નેકનામ બેઠક કોંગ્રેસે જીતી છે. પક્ષ કુલ બેઠકો જીતેલી બેઠકો ભાજપ 24 17 કોંગ્રેસ 24 07 આમ, સમગ્ર જિલ્લામાં ભાજપનું શાસન આવશે પરંતુ વહીવટી વડા તરીકે કોંગ્રેસના મહિલા પ્રમુખ જવાબદારી સંભાળશે તેવી અનોખી સ્થિતિ સર્જાઈ છે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળા નગરપાલિકામાં ભાજપે 25 બેઠકો જીતી:કોંગ્રેસ-આપ શૂન્ય પર, પ્રથમવાર કોંગ્રેસ ખાતું ખોલી શકી નહીં
    Next Article
    In Ajit Pawar Crash, Rohit Pawar's 'Black Magic', 'Godman' Claims

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment