Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત શાહે સોમનાથ મંદિરમાં પૂજા કરી:'સોમનાથ વર્તમાન' ઈ-પત્રિકા અને વિશેષ પૂજા બુકિંગનો પ્રારંભ કર્યો

    6 days ago

    કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે આજે પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેમણે સજોડે વિશેષ પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે અનેક નવા પ્રોજેક્ટ્સનો શુભારંભ પણ કરાવ્યો હતો. શાહે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજા, પાઘ પૂજા અને ધ્વજા પૂજા કરી હતી. તેમણે મહાદેવને વિશેષ 'મરાઠી પાઘ' અર્પણ કરી, જે છત્રપતિ શિવાજી મહારાજની પાઘડીની શૈલીમાં ચાંદી અને કિંમતી વસ્ત્રોથી તૈયાર કરવામાં આવી હતી. પૂજા બાદ તેમણે મંદિરના શિખર પર સ્વહસ્તે ધ્વજારોહણ કર્યું હતું. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તેમનું અભિવાદન કરી સ્મૃતિચિહ્ન અર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનને અનુસરીને 'સોમનાથ સ્વાભિમાન પર્વ - વિશેષ મહાપૂજા'નું આયોજન કરવામાં આવ્યું છે. અમિત શાહના હસ્તે આ પૂજાના બુકિંગનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વિશેષ પૂજા 11 મે, 2026થી શરૂ થશે અને ભક્તો somnath.org પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. આ પૂજામાં પંચામૃત, દૂધ, ધાન્ય અને ગંગાજળથી મહાઅભિષેક, ધોતી-ઉપવસ્ત્ર, રુદ્રાક્ષ માળા, જનોઈ અર્પણ, માતા પાર્વતીને સાડી અને શૃંગાર અર્પણ જેવી વિધિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મહામૃત્યુંજય જાપ, રાજભોગ, દીપમાળા, ગૌ-પૂજન અને બ્રાહ્મણ ભોજન પણ યોજાશે. ભારતીય સંસ્કૃતિ અને સનાતન જ્ઞાનને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે "સોમનાથ વર્તમાન" નામની ત્રિમાસિક ઈ-પત્રિકાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી આ પત્રિકા વેદ-વેદાંગ અને પ્રાચીન ભારતીય જીવનદર્શન પર આધારિત લેખો રજૂ કરશે. આ પત્રિકા વિશ્વભરના ભક્તો માટે નિઃશુલ્ક ઉપલબ્ધ રહેશે. ગીર સોમનાથ જિલ્લામાં ક્ષય (ટીબી) નિવારણ માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંવેદનશીલ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પ્રસંગે અમિત શાહના હસ્તે ટીબી દર્દીઓ માટે પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવ્યું, જે તેમના સ્વાસ્થ્ય સુધારણામાં મદદરૂપ થશે. આ સમગ્ર કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના સભ્યો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટની મતગણતરી:અમદાવાદ મનપાની 192માંથી 158 સીટ પર ભાજપ અને 18 પર કોંગ્રેસનો વિજય
    Next Article
    વાવ થરાદની 28 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી:યુવતીને 08 સપ્તાહનો હતો ગર્ભ, અમદાવાદની 16 વર્ષીય સગીરાની 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment