Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાવ થરાદની 28 વર્ષીય દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી:યુવતીને 08 સપ્તાહનો હતો ગર્ભ, અમદાવાદની 16 વર્ષીય સગીરાની 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી

    2 days ago

    ગુજરાત હાઇકોર્ટમાં વાવ થરાદથી 28 વર્ષીય દુષ્કર્મ પીડિતાના 08 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. આરોપી સામે આગથલા પોલીસ મથકે ગુન્હો નોંધાયો હતો. ગુજરાત હાઈકોર્ટે યુવતીની અરજી સંદર્ભે તેના પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં ગર્ભપાતમાં રહેલા જોખમ વિશે હોસ્પિટલે જણાવવાનું હતું. હોસ્પિટલના રીપોર્ટ મુજબ યુવતીને 08 સપ્તાહ અને 05 દિવસનો ગર્ભ હતો. તેનો મેડિકલી ગર્ભપાત શક્ય હતો. ગુજરાત હાઈકોર્ટે હોસ્પિટલના રીપોર્ટ બાદ ગર્ભના DNA નુ સેમ્પલ જાળવી રાખવાના આદેશ સાથે યુવતીના બનાસ મેડિકલ કોલેજમાં ગર્ભપાતના નિર્દેશ આપ્યા છે. યુવતીએ ગર્ભપાત પહેલા બાહેંધરી આપવાની રહેશે. જો બાળક જીવિત જન્મે તો તેને તમામ મેડિકલ સુવિધા આપવાની રહેશે અને આંગળાની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ હાથ ધરાશે. વળી હાઇકોર્ટમાં અમદાવાદથી 16 વર્ષની દુષ્કર્મ પીડિતા સગીરાના 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી છે. જેમાં આરોપી સામે વટવા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે. હાઇકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડિકલ તપાસના આદેશ આપીને વધુ કાર્યવાહી 29 એપ્રિલે રાખી છે, ત્યારે કોર્ટ આગળના નિર્દેશ આપશે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહે સોમનાથ મંદિરમાં પૂજા કરી:'સોમનાથ વર્તમાન' ઈ-પત્રિકા અને વિશેષ પૂજા બુકિંગનો પ્રારંભ કર્યો
    Next Article
    Gujarat Election Live Result Update | એક કલાકમાં જ બાજી પલટાઈ, છેલ્લી ઘડીએ સસ્પેન્સ ખુલ્યું | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment