Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદની વિદ્યાર્થિની જાનવી સોલંકીએ મેળવી પેટન્ટ:ગેસ યુઝ કંટ્રોલિંગ મીટર ડિવાઈસ’ માટે નોંધાવી સિદ્ધિ

    13 hours ago

    આણંદ સ્થિત સ. વ. પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા (ખેતીવાડી) ની વિદ્યાર્થિની જાનવી ધર્મેશભાઈ સોલંકીએ વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રે મહત્વની સિદ્ધિ મેળવી છે. તેણે 'ગેસ યુઝ કંટ્રોલિંગ મીટર ડિવાઈસ' નામનું એક ઉપકરણ તૈયાર કર્યું છે, જેના માટે તેને પેટન્ટ મળી છે. ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત 'આઈપી સેલ' પ્રોજેક્ટ હેઠળ જાનવીએ આ વિશિષ્ટ ઉપકરણ વિકસાવ્યું છે. આ શોધ માટે પેટન્ટ રજિસ્ટર કરવામાં આવી છે, જે જાનવી અને તેની શાળા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને ચરોતર એજ્યુકેશન સોસાયટી દ્વારા જાનવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકગણે જાનવીના પ્રોજેક્ટની પ્રશંસા કરતા જણાવ્યું કે, આટલી નાની ઉંમરે આવું ટેકનિકલ સંશોધન કરવું ખૂબ જ પ્રશંસનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જાનવીની આ શોધ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ સાબિત થશે. શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા અને તેમને યોગ્ય વાતાવરણ પૂરું પાડવાના પ્રયાસોનું આ પરિણામ છે. આ સફળતાથી આણંદના શૈક્ષણિક વર્તુળોમાં પણ જાનવીના નામની નોંધ લેવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટની મતગણતરી:સુરત મનપામાં 11 વોર્ડની 43 સીટના પરિણામ જાહેર, આપ હજુ ઝીરો પર પણ કોંગ્રેસનું ખાતું ખૂલ્યું
    Next Article
    ગોધરા વોર્ડ 4 માં ભાજપ પેનલનો વિજય:રુચિ ચૌહાણ બિનહરીફ, અન્ય ત્રણ ઉમેદવારો પણ જીત્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment