Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાવો- ઈરાન પહેલીવાર હોર્મુઝ ખોલવા તૈયાર:અમેરિકાને પણ નાકાબંધી હટાવવા કહ્યું, ટ્રમ્પે ઓફર ઠુકરાવી, પરમાણુ કાર્યક્રમ રોકવા પર અડગ

    18 hours ago

    ઈરાન પહેલીવાર હોર્મુઝ ખોલવા તૈયાર થઈ ગયું છે. ઈરાને અમેરિકાને દરિયાઈ નાકાબંધી હટાવવાની પણ અપીલ કરી છે. ન્યૂયોર્ક ટાઈમ્સે ત્રણ ઈરાની અધિકારીઓને ટાંકીને આ માહિતી આપી છે. રિપોર્ટ અનુસાર, ઈરાને અમેરિકાને વાતચીત માટે રવિવારે એક નવો પ્રસ્તાવ આપ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે પહેલા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં આવે જેથી યુદ્ધ સમાપ્ત કરવાનો રસ્તો બનશે. આ પછી પરમાણુ મુદ્દે વાતચીત કરવામાં આવશે. જોકે, ટ્રમ્પ આ પ્રસ્તાવ માનવા તૈયાર નથી. CNN અનુસાર અમેરિકાનું માનવું છે કે જો પરમાણુ કાર્યક્રમ સંબંધિત પ્રશ્નો ઉકેલ્યા વિના હોર્મુઝ ખોલી દેવામાં આવે, તો વાતચીતમાં અમેરિકાની એક મોટી તાકાત નબળી પડી જશે. ખાસ કરીને યુરેનિયમ સંવર્ધન અને બોમ્બના નજીકના સ્તર સુધી જમા કરાયેલા સ્ટોક જેવા મુદ્દાઓ હજુ પણ વણઉકેલ્યા છે. ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર પેચ ફસાયો છેલ્લા કેટલાક અઠવાડિયાથી ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાન જેવા મધ્યસ્થી દેશો દ્વારા પ્રસ્તાવોની આપ-લે થઈ રહી છે, પરંતુ પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પર હજુ સુધી સહમતિ બની શકી નથી. અમેરિકાની માંગ હતી કે ઈરાન 20 વર્ષ સુધી પોતાનો પરમાણુ કાર્યક્રમ રોકી દે અને પોતાની પાસે રહેલું 440 કિલો સમૃદ્ધ યુરેનિયમ સોંપી દે. ઈરાને આ માંગણીઓને ખૂબ વધારે અને અયોગ્ય ગણાવીને માનવાનો ઇનકાર કરી દીધો હતો. ઈરાનનો પહેલો પ્રસ્તાવ (જે રદ થયો) ઈરાને 26 એપ્રિલે આ પ્રસ્તાવ આપ્યો હતો, જેને ટ્રમ્પે ઠુકરાવી દીધો હતો આ પછી ઈરાને પોતાની રણનીતિ બદલતા કહ્યું કે હાલમાં મુશ્કેલ મુદ્દાઓને અલગ રાખવામાં આવે. પહેલા યુદ્ધ સમાપ્ત કરવા સંબંધિત પગલાં લેવામાં આવે, જેમ કે હોર્મુઝ જળસંધિ ખોલવી અને નાકાબંધી હટાવવી, અને પછી પરમાણુ કાર્યક્રમ જેવા જટિલ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    આઠમી અજાયબી:રાજા રવિ વર્મા : ભારતના પ્રથમ ઈન્ફ્લુએન્સર
    Next Article
    આજે સ્થાનિક સ્વરાજની 10 હજાર સીટનું પરિણામ:થોડીવારમાં મતગણતરી શરૂ થશે, તમામ સ્થળે પોલીસનો લોખંડી બંદોબસ્ત; ચેકિંગ સાથે ઉમેદવારો-એજન્ટનો પ્રવેશ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment