Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મતગણતરી:કેન્દ્ર આસપાસ સભા, સરઘસ પર મનાઈ

    9 hours ago

    જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણી-2026 અન્વયે આગામી તા. 28-4એ યોજાનારી મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ જી.એચ. સોલંકી દ્વારા મતગણતરી કેન્દ્રની આસપાસ 200 મીટરની ત્રિજ્યામાં જરૂરી પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે. જે અનુસાર મતગણતરીના દિવસે સવારના6 કલાકથી મતગણતરી પૂર્ણ થયાના બે કલાક સુધી મતગણતરી મથક અને તેની 200મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચારથી વધુ વ્યક્તિઓ એકઠા થઈ શકશે નહીં. આ મર્યાદિત વિસ્તારમાં સભા ભરવા, સંબોધન કરવા કે સરઘસ કાઢવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વધુમાં, કોઈપણ વ્યક્તિ આ વિસ્તારમાં વાહન લઈ જઈ શકશે નહીં તેમજ માચિસ, કે અન્ય કોઈપણ સળગાવી શકાય તેવા પદાર્થો કે ચીજવસ્તુઓ સાથે રાખી શકશે નહીં. મતગણતરીના દિવસે ઉમેદવારો, તેમના ટેકેદારો કે રાજકીય પક્ષના કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ કોઈ અડચણ ઊભી કરવી નહીં. કોઈપણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે વ્યક્તિ દ્વારા ઉક્ત હુકમોનું ઉલ્લંઘન કરાશે તો શિક્ષાપાત્ર કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલને દાન:ડો.જગદીશ ત્રિવેદીના કાર્યક્રમમાં ‎ટીંબીની હોસ્પિટલને 1 કરોડનું દાન‎
    Next Article
    Axar Patel Grilled About His Responsibility As Captain After Humiliating Defeat vs RCB. His Reply

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment