Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:શાસક કે વિપક્ષ? : જનતાની અદાલતનો આજે ફેંસલો

    8 hours ago

    ભુજ નગરપાલિકાની 2026 ની ચૂંટણીમાં 53.68% મતદાન નોંધાયું છે. ગત 2021 ની ચૂંટણીના 49.44% ની સરખામણીમાં આ આંકડો જોઈને પહેલી નજરે એવું લાગે કે ભુજના મતદારોમાં જાગૃતિ આવી છે અને મતદાન વધ્યું છે. પરંતુ, ચૂંટણી પંચના આંકડાઓનું જ્યારે બારીકાઈથી વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે એક મોટી ‘આંકડાકીય માયાજાળ’ સામે આવી છે. વાસ્તવમાં ભુજમાં મતદાન વધ્યું નથી, પરંતુ ગત ચૂંટણી કરતા 943 મત ‘ઓછા’ પડ્યા છે! ટકાવારીનો ભ્રમ અને 11,522 મતદારોનો ઘટાડો આંકડાઓ ગવાહી આપે છે કે વર્ષ 2021 ની ચૂંટણીમાં ભુજમાં કુલ 1,23,501 નોંધાયેલા મતદારો હતા, જેની સામે 2026 માં આ આંકડો વધવાને બદલે ઘટીને 1,11,979 થઈ ગયો છે. એટલે કે, મતદાર યાદીમાંથી સીધા 11,522 નામ ગાયબ છે! 2021 માં કુલ 61,058 લોકોએ વોટ આપ્યો હતો, જ્યારે 2026 માં માત્ર 60,115 લોકોએ જ વોટ આપ્યો છે. આમ, ઇવીએમમાં ગત વખત કરતા 943 મતો ઓછા પડ્યા છે. પરંતુ મતદારોની કુલ સંખ્યા 1.23 લાખથી ઘટીને 1.11 લાખ થઈ જવાના કારણે ગણિતના નિયમ મુજબ મતદાનની ટકાવારી 49% થી કૂદીને 53% થઈ ગઈ છે. આ માત્ર આંકડાકીય ભ્રમણા છે, વાસ્તવમાં શહેરી ઉદાસીનતા યથાવત છે. જોવાનું છે કે ઊંચું મતદાન વિપક્ષને ફળશે કે શાસકોને? છેલ્લી બે ટર્મનો ઈતિહાસ તપાસીએ તો એક રસપ્રદ પેટર્ન જોવા મળે છે. 2015 ની ચૂંટણીમાં 55.74% જેટલું ઊંચું મતદાન થયું હતું, ત્યારે કોંગ્રેસ મજબૂત લડત આપીને 15 બેઠકો જીતવામાં સફળ રહી હતી (ભાજપને 29 મળી હતી). જ્યારે 2021 માં મતદાન ઘટીને 49.44% ના તળિયે ગયું ત્યારે શાસક પક્ષ ભાજપે ઐતિહાસિક પ્રદર્શન કરતા 44 માંથી 36 બેઠકો પર કબ્જો જમાવ્યો અને કોંગ્રેસ 8 માં સમેટાઈ ગઈ. હવે 2026 નું 53.68% મતદાન કોંગ્રેસને ફરી ડબલ ડીજીટમાં લાવશે કે ભાજપ સત્તાનો સૂર્ય તપાવતો રાખશે તે જોવું રસપ્રદ બનશે. કોંગ્રેસના ગઢમાં બમ્પર મતદાન, ભાજપના ગઢમાં બિનહરીફ વોર્ડવાર આંકડાઓ પણ ઘણું કહી જાય છે. 2021 ની ચૂંટણીમાં લઘુમતી પ્રભુત્વવાળા વોર્ડ નંબર 1 માં કોંગ્રેસના ચારેય ઉમેદવારો (આઈશુબાઈ સમા, મરીયમબાઈ સમા, કાસમ સમા અને મહેબૂબ લોહાર) વિજેતા બન્યા હતા. આ જ વોર્ડ નંબર 1 માં 2026 ની ચૂંટણીમાં સમગ્ર શહેરમાં સૌથી વધુ 62.43% મતદાન થયું છે, જે દર્શાવે છે કે વિપક્ષની કોર વોટબેંક આ વખતે ભારે સક્રિય રહી છે. બીજી તરફ, વોર્ડ નંબર 11 માં એકપણ મત પડ્યો નથી (0%), કારણ કે ત્યાં અગાઉથી જ ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે, જે સામાન્ય રીતે શાસક પક્ષની નિર્વિવાદ પકડ દર્શાવે છે.ટકાવારી ભલે 50 ની ઉપર ગઈ હોય, પરંતુ ઘટેલા કુલ મતો અને ચોક્કસ વોર્ડમાં થયેલું ધ્રુવીકરણ પરિણામના દિવસે અનેક ‘ઉલટફેર’ સર્જી શકે છે. સૌપ્રથમ વોર્ડ નં.7 અને સૌથી છેલ્લે વોર્ડ નં.6 નું પરિણામ જાહેર થશેઇજનેરી કોલેજના બે ખંડમાં મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ કરાશે જિલ્લા પંચાયત, ભુજ તાલુકા અને નગરપાલિકાની મતગણતરી માટે વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. રવિવારે રાત્રે 11:30 વાગ્યા સુધીમાં ભુજ સ્થિત ઇજનેરી કોલેજ ખાતે ભુજ તાલુકા પંચાયતની 30, જિલ્લા પંચાયતની 8 અને ભુજ નગરપાલિકાની 38 બેઠકો માટેના ઈવીએમ મશીનો પહોંચાડવામાં આવ્યા હતા. આજે સવારે 9 વાગ્યાથી બે અલગ-અલગ ખંડમાં એકસાથે મતગણતરી શરૂ થશે. એક ખંડમાં વોર્ડ નંબર 1 થી 6 અને બીજા ખંડમાં વોર્ડ નંબર 7 થી 10 સુધીના વોર્ડની ગણતરી હાથ ધરાશે. મતગણતરીની પ્રક્રિયા મુજબ સૌપ્રથમ ટેબલ પર ઉમેદવાર, મતગણતરી એજન્ટો અને આર.ઓ.ની હાજરીમાં ઈવીએમની ચકાસણી થશે અને ત્યારબાદ ઓકે બટન દબાવી ઉમેદવાર દીઠ મતની વિગતો જાહેર થશે. નગરપાલિકાની મતગણતરીમાં વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7ના ઈવીએમ સૌથી પહેલા ખોલાશે. વોર્ડ નંબર 1માં સૌથી વધુ 15 ઉમેદવારો તથા નવ હજારથી વધુ મત નોંધાતા આ વોર્ડની ગણતરીમાં વધુ સમય લાગશે. જ્યારે વોર્ડ નંબર 7માં છ હજારથી વધુ મત પડતાં તેનું પરિણામ સૌથી વહેલું જાહેર થશે. રાજકીય વર્તુળોમાં આ ચૂંટણીના પરિણામોને લઈ ભારે ઉત્સુકતા વચ્ચે વિશ્લેષકોના મતે ગત ચૂંટણીની સરખામણીએ આશરે 4 ટકા જેટલું મતદાન વધ્યું છે, પરંતુ ભાજપનું વોટ શેરીંગ ઘટ્યું હોવાની શક્યતા છે. દરેક વોર્ડમાં ક્રોસ વોટિંગ અને સ્થાનિક કાર્યકરોની નારાજગી ભાજપ માટે પડકારરૂપ બની શકે છે. ખાસ કરીને કુલ દસ વોર્ડમાં 18 જેટલા ‘પેરાશૂટ ઉમેદવારો’ને ટિકિટ આપવાના નિર્ણયથી આંતરિક અસંતોષ જોવા મળ્યો હતો.બીજી તરફ વોર્ડ નંબર 5 અને 7માં ભાજપ અને કોંગ્રેસના જૈન અને ક્ષત્રિય સમાજના ઉમેદવારો ઊભા રાખતાં મતદારો કઈ રીતે વોટિંગ કરે છે તે નિર્ણાયક બનશે. હવે 53 ટકા કરતાં વધુ મતદાન વચ્ચે ભાજપ ગત ચૂંટણીની 36 બેઠકો જાળવી રાખશે કે નુકસાન ભોગવશે, તેના પર સૌની નજર ટકેલી છે. તો બીજી તરફ કોંગ્રેસને પણ નારાજ મતદારોનો લાભ મળે છે કે નહીં તે જોવાનું છે. વોર્ડ નં 4 અને 8માં બિનહરીફ ઉમેદવારની માત્ર બેઠક મળી, પણ વોટ ઘટશે વોર્ડ નંબર 4 અને 8માં એક એક બિનહરીફ ઉમેદવારો જાહેર થયા છે. વોર્ડ નં 4 માં જાવેદ કાસમ માંજોઠી અને વોર્ડ નં. 8 માં ચંદ્રેશ મમુ રબારી બિનહરીફ જાહેર થઈ જતા તે વિસ્તારોમાં તે ઉમેદવારના ટેકેદારો, કાર્યકરો નિષ્ક્રિય બન્યા હોવાની ચર્ચા છે, વોર્ડ નં 4 માં એક હજારથી વધુ લઘુમતીના વોટ અને વોર્ડ નં 8 માં રબારી સમાજના ચારસો વોટ પેનલ ટુ પેનલ મતદાન કરવામાં સમાવેશ થાય એવું ન બનતા અસર પરિણામ પર પડી શકે છે. જોવાનું છે કે ઊંચું મતદાન વિપક્ષને ફળશે કે શાસકોને?
    Click here to Read More
    Previous Article
    In breaking 2-hour marathon barrier, how Sabastian Sawe sped up halfway instead of slowing down
    Next Article
    ચૂંટણીમાં ગંભીર ગેરરીતિ‎ થયાના આક્ષેપ:શહેર કોંગ્રેસ પ્રમુખનો બોગસ વોટિંગનો આક્ષેપ, વોર્ડ-11માં રિ-ઈલેક્શનની માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment