Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:ફિટનેસ માટે હેલ્ધી હાઈ-પ્રોટીન રેસિપી

    3 days ago

    હવે લોકો ફિટનેસ અને વેઈટ લોસ માટે પ્રોટીન પર ખાસ ધ્યાન આપે છે. પ્રોટીન શરીર માટે ખૂબ જ મહત્વનું પોષક તત્વ છે. તે શરીરને શક્તિ આપે છે, મસલ્સ મજબૂત બનાવે છે અને લાંબા સમય સુધી તૃપ્તિનો અનુભવ કરાવે છે. અહીં કેટલીક સરળ હાઈ-પ્રોટીન વાનગીઓ આપવામાં આવી છે, જેની સામગ્રી એક વ્યક્તિ માટે છે, સાથે દરેક વાનગીમાંથી મળતું અંદાજિત પ્રોટીન પણ દર્શાવવામાં આવ્યું છે... પનીર ભુરજી સામગ્રી પનીર- 100 ગ્રામ (છીણેલું), સમારેલી ડુંગળી- 2 ચમચી, સમારેલું ટામેટું-2 ચમચી, સમારેલું લીલું મરચું-1 નંગ, આદું-લસણની પેસ્ટ-અડધી ચમચી, હળદર-પા ચમચી, લાલ મરચું પાઉડર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, તેલ અથવા ઘી-1 ચમચી, સમારેલી કોથમીર-1 ચમચી રીત કડાઈમાં તેલ ગરમ કરી સમારેલી ડુંગળીને હળવી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે આદું-લસણની પેસ્ટ અને લીલાં મરચાં સાંતળો. સમારેલું ટામેટું ઉમેરી નરમ થાય ત્યાં સુધી થવા દો. તેમાં હળદર, લાલ મરચું અને મીઠું ઉમેરો. હવે તેમાં છીણેલું પનીર ઉમેરી સારી રીતે મિક્સ કરો અને 2-3 મિનિટ થવા દો. કોથમીર ભભરાવી ગરમાગરમ પનીર ભુરજી સર્વ કરો. મગ દાળ ચીલા સામગ્રી ફોતરાવાળી મગની દાળ- પા કપ (3–4 કલાક પલાળેલી), સમારેલી ડુંગળી- 2 ચમચી, સમારેલું લીલું મરચું- 1 નંગ, છીણેલું આદુ-અડધી ચમચી, હળદર-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર-1 ચમચી, તેલ-1 ચમચી (શેકવા માટે) રીત મગ દાળનું પાણી કાઢી મિક્સરમાં થોડું પાણી ઉમેરી ક્રશ કરી લો. આ મિશ્રણમાં ડુંગળી, લીલું મરચું, આદુ, હળદર, મીઠું અને કોથમીર ઉમેરી સારી રીતે મિક્સ કરો. નોનસ્ટિક તવો ગરમ કરી થોડું તેલ લગાવો. તેના પર મિશ્રણ ફેલાવો. થોડું તેલ મૂકી બંને બાજુ સરસ શેકી ગરમાગરમ ચીલા લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો. સ્પ્રાઉટ્સ રેપ સામગ્રી મલ્ટીગ્રેઈન રોટલી-1, મગ સ્પ્રાઉટ્સ-અડધો કપ, સમારેલી ડુંગળી- 2 ચમચી, સમારેલું ટામેટું-2 ચમચી, છીણેલું ગાજર-2 ચમચી, દહીં-1 ચમચી, લીલી ચટણી-1 ચમચી, મીઠું-સ્વાદ મુજબ,ચાટ મસાલો-ચપટી રીત એક બાઉલમાં સ્પ્રાઉટ્સ, ડુંગળી, ટામેટું અને ગાજર મિક્સ કરો. તેમાં મીઠું અને ચાટ મસાલો મિક્સ કરો. હવે રોટલીને તવા પર હળવી ગરમ કરો. રોટલી પર દહીં અને લીલી ચટણી ફેલાવો. તેના પર તૈયાર સ્પ્રાઉટ્સ મિશ્રણ મૂકો. રોટલીને રોલ કરી રેપ બનાવો અને તરત સર્વ કરો. ગ્રીક યોગર્ટ ફ્રૂટ બાઉલ સામગ્રી ગ્રીક યોગર્ટ- 1 કપ, સમારેલું કેળું-અડધો કપ, સમારેલું સફરજન-પા કપ, દાડમ દાણા- 2 ચમચી, મધ-1 ચમચી, ચિયા સીડ્સ-ચપટી, સમારેલા ડ્રાયફ્રૂટ-1 ચમચી રીત એક બાઉલમાં ગ્રીક યોગર્ટ લો. તેમાં સમારેલા કેળા, સફરજન અને દાડમ દાણા ઉમેરો. ઉપરથી મધ રેડી ચિયા સીડ્સ અને ડ્રાયફ્રૂટ ભભરાવો. મિક્સ કરો અથવા એમ જ ટોપિંગ સાથે સર્વ કરો. હેલ્ધી અને તાજું ફ્રૂટ બાઉલ માણો. સોયા કબાબ સામગ્રી સોયા ગ્રેન્યુઅલ્સ- અડધો કપ, બાફેલું બટાકું-1 નંગ, સમારેલી ડુંગળી-2 ચમચી, સમારેલું લીલું મરચું-1 નંગ, આદું-લસણ પેસ્ટ-અડધી ચમચી, લાલ મરચું પાઉડર-અડધી ચમચી, ગરમ મસાલો-પા ચમચી, મીઠું-સ્વાદ મુજબ, સમારેલી કોથમીર- 1 ચમચી, તેલ-1 ચમચી (શેકવા માટે) રીત સોયા ગ્રેન્યુઅલ્સને ગરમ પાણીમાં 5 મિનિટ પલાળી રાખો. પાણી નિતારી હળવેથી દબાવી પાણી કાઢી લો. હવે સોયા ગ્રેન્યુઅલ્સ, બાફેલું બટાકું, ડુંગળી, લીલું મરચું અને કોથમીરને પહોળા વાસણમાં મિક્સ કરો. તેમાં આદું-લસણ પેસ્ટ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું ઉમેરો. મિશ્રણમાંથી નાના કબાબ બનાવો. તવા પર થોડું તેલ ગરમ કરી કબાબને બંને બાજુ સોનેરી શેકો.
    Click here to Read More
    Previous Article
    મધુરિમા ન્યૂઝ:ગ્રીન નોબેલના બધા વિજેતાઓ મહિલાઓ
    Next Article
    નવાઝુદ્દીન સિદ્દીકીએ 'ધુરંધર' પર સ્પષ્ટતા કરી:કહ્યું- નકલી અને ખોટી ફિલ્મવાળા નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment