Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મધુરિમા ન્યૂઝ:ગ્રીન નોબેલના બધા વિજેતાઓ મહિલાઓ

    3 days ago

    લજ્જા દવે પંડ્યા ગ્રીન નોબેલ તરીકે ઓળખાતા ગોલ્ડમેન એન્વાયરમેન્ટલ પ્રાઈઝમાં આ વર્ષે એક ઈતિહાસ રચાયો છે. આ વર્ષે તમામ છ પુરસ્કાર પર્યાવરણ માટે કામ કરતી મહિલાઓને મળ્યા છે, આવું પહેલીવાર બન્યું છે. આ મહિલાઓ જંગલ, નદીઓ તથા સમુદ્રની સાથે હજારો લોકોના આરોગ્યને તેમજ આવનારી પેઢીના ભવિષ્યને પણ સુરક્ષિત કરી રહી છે. આ છ ‘ગ્રીન વોરિયર્સ’ ની નીડરતા આજે દુનિયાભરના યુવાનો માટે પ્રેરણા બની ગઈ છે.સારાહ ફિન્ચ,યુકે- કોર્ટના દરવાજા ખખડાવીને કોર્પોરેટ જગતને પર્યાવરણ પ્રત્યેની પોતાની જવાબદારીનું ભાન કરાવ્યું હતું. તેનું પરિણામ એ આવ્યું કે કોર્ટે કોર્પોરેટ જગત માટે પર્યાવરણીય જવાબદારીના નવા કાયદા બનાવવા પડ્યા! ઇરોરો તાંશી,નાઇજીરિયા- તેલ કંપનીઓના પ્રદૂષણ સામે લડત આપીને સ્થાનિકોનું સ્વાસ્થ્ય બચાવ્યું અને ન્યાય અપાવ્યો. બોરીમ કિમ, દક્ષિણ કોરિયા- દરિયાઈ જીવ સૃષ્ટિને નુકસાન કરતા પ્રોજેક્ટ્સ સામે વિરોધ અભિયાન ચલાવી તેના પર રોક લગાવવામાં સફળ બન્યા. થિઓનિલા રોકા મતબોબ,પાપુઆ ન્યુ ગિની- ખાણકામને લીધે લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર ઉભા થતાં જોખમો સામે અવાજ ઉઠાવ્યો અને મજબૂત અવાજ બન્યા.અલન્નાહ અકાક હર્લી, અમેરિકા- સ્થાનિક આદિવાસી સમુદાયોના હકો અને તેમની પરંપરાગત જમીનોની રક્ષા માટે કામ કર્યું. યુવેલિસ મોરાલેસ બ્લાંકો,કોલંબિયા- ગેરકાયદેસર ખાણકામ અને આડેધડ કપાતા જંગલો સામે લડત આપીને પર્યાવરણ બચાવ્યું. 11મી વખત એવરેસ્ટ સર કરશે 10વાર એવરેસ્ટ સર કરીને માઉન્ટેઇન ક્વીન તરીકે પ્રસિદ્ધ થયેલા 53 વર્ષના મહિલા નેપાળી પર્વતારોહક લખ્પા શેરપા ફરી એક વાર એવરેસ્ટ સર કરવા જઈ રહ્યા છે. આ વખતે તેઓ જૂના સમયમાં વપરાતા વજનદાર અને પરંપરાગત સાધનો સાથે એવરેસ્ટ ચઢશે. પહેલાના સમયમાં ઉપયોગમાં લેવાતા ભારે ચામડાના બૂટ, હાથથી વણાયેલા ઉનના કપડાં અને લાકડાના હેન્ડલવાળી બરફની કુહાડી, જે આધુનિક સિન્થેટિક અને હળવા વજનના સાધનોની સરખામણીએ અનેકગણા પડકારજનક છે. 1920થી 1950ના દાયકામાં જ્યારે એડમંડ હિલેરી અને તેનઝિંગ નોર્ગે જેવા દિગ્ગજોએ એવરેસ્ટ પર ચઢવાની શરૂઆત કરી હતી. એક સિંગલ મધર તરીકે ગ્રોસરી સ્ટોરમાં કામ કરવાથી માંડીને નેટફ્લિક્સની ‘માઉન્ટેન ક્વીન’ ડોક્યુમેન્ટરી દ્વારા ઓળખ મેળવવા સુધીની લખ્પાની સફર અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ છે. મહિલાઓ દ્વારા ચાલતું માર્કેટ મણિપુરના ઇમ્ફાલ શહેરમાં આવેલું ઈમા કેઈથેલ વિશ્વનું સૌથી મોટું માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત 500 વર્ષનો ઇતિહાસ ધરાવતું આ બજાર ‘મધર્સ માર્કેટ’ તરીક ઓળખાય છે. અહીંયા 5,000થી 6,000 મહિલા વેપારીઓ હસ્તકલા, શાકભાજી, ટ્રેડિશનલ વસ્ત્રો, માછલીઓ જેવી વસ્તુઓનો વ્યવસાય કરે છે. અહીંયા દુકાનનો હક માતા દ્વારા દીકરીને વારસામાં મળે છે. એ રીતે આ બજાર પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જ ચાલતું રહે છે. 16મી સદીમાં, અહીંના પુરુષોને યુદ્ધ અથવા મજૂરી માટે લાંબા સમય સુધી બહાર રહેતા. તે સમયે મહિલાઓએ ઘર સંભાળવાની સાથે સાથે ઘર ચલાવવા માટે વસ્તુઓ વેચી આજીવિકા ઊભી કરવાની શરૂઆત કરી અને આ બજાર શરૂ થયું. બ્રિટિશરોએ આ બજારની જમીન વેચી કાઢી આ બજારને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો તો અહીંની મહિલાઓએ ‘નુપિ લાન’ જેવા આંદોલનો કરીને આ બજારને બચાવ્યું હતું. ગર્લ્સ મેથ્સ ઓલમ્પિયાડમાં ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો મુંબઈની વિદ્યાર્થીની શ્રેયા શાંતનુ મુંઢાડાએ યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલમ્પિયાડમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ફ્રાન્સના બોર્ડોક્સ શહેરમાં યોજાયેલી આ વિશ્વસ્તરીય સ્પર્ધામાં શ્રેયાએ દુનિયાના સૌથી અઘરાં ગાણિતિક પ્રશ્નો ઉકેલીને દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સ્પર્ધામાં આ વર્ષે ભારતની ટીમનું ઓવરોલ પ્રદર્શન પણ ખુબ જ સારું રહ્યું. ભારતે આ સ્પર્ધામાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એમ કુલ ત્રણ મેડલ જીતીને છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો. જેમાં કેરળની સંજના ફિલો ચેકો એ સિલ્વર અને તમિલનાડુની શિવાની ભરથ કુમારે બ્રોન્ઝ મેળવ્યો હતો. સ્પર્ધામાં 67 દેશોની 260 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં, ભારતે 6મો ક્રમ મેળવ્યો છે, જે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પરિણામ છે. મુંબઈની હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજ્યુકેશન આ સ્પર્ધા માટે વિધાર્થીઓને જરૂરી તૈયારી કરાવે એવી છે. સ્પર્ધકોની મહેનત, પ્રેક્ટિસ અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનના કારણે જ આવા પરિણામો મળે છે. બીજી નોંધનીય વાત એ છે કે આ વર્ષે ભારતે આ સ્પર્ધા માટે સંપૂર્ણ મહિલા ટીમ મોકલી હતી. ટીમના લીડર અને માર્ગદર્શક પણ મહિલાઓ જ હતાં.
    Click here to Read More
    Previous Article
    ખોબામાં દરિયો:પુત્રીવતી ભવ
    Next Article
    રસથાળ:ફિટનેસ માટે હેલ્ધી હાઈ-પ્રોટીન રેસિપી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment