Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમિત ખૂંટ આત્મહત્યા કેસ, મનીષ ખૂંટની અરજી હાઇકોર્ટે નકારી:બે આરોપી વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની જામીન અરજી રદ્દ કરવા માગ કરી હતી

    13 hours ago

    રાજકોટ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં બે વકીલ પણ આરોપી છે. જેમને રાજકોટની કોર્ટે જામીન આપતા અમિત ખૂંટના ભાઈ મનીષ ખૂંટે તેમના જામીન રદ્દ કરવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. આજે કોર્ટે ચુકાદો જાહેર કરતા મનીષ ખૂંટની અરજી નકારી નાખી છે. 7 દિવસમાં આરોપી વકીલને જામીન મળી ગયા હતા અરજદાર વતી આરોપી વકીલ સંજય પંડિતના જામીન કેન્સલ કરવા રજુઆત કરાઈ હતી કે તેને 7મેના રોજ એરેસ્ટ કરાયો હતો અને માત્ર તેના 7 દિવસમાં તેને જામીન મળી ગયા હતા. તેની ઉપર અગાઉ 6 પૂર્વ ગુના નોંધાયેલા છે. જેમાંથી કેટલાક ગંભીર ગુના છે. મૃતક સામે અમિત ખૂંટ સામે આરોપીએ કાવતરાના ભાગરૂપ સગીરાને સાથે રાખી દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ખોટી ફરિયાદ નોંધાવી હતી. જેથી અમિત ખૂંટે આત્મહત્યા કરી લીધી હતી. વકીલ સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ડિસિપ્લિનરી એકશન અરજી પેન્ડિંગ આરોપી વકીલ સંજય પંડિત સામે આજીવન કારાવાસથી લઈને 10 વર્ષ સુધીની સજા થઈ શકે તેવા પૂર્વ ગુના છે. તેની સનદ બે વખત સસ્પેન્ડ કરાઈ હતી. આરોપી વકીલ સામે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ડિસિપ્લિનરી એકશન અરજી પેન્ડિંગ છે. શક્યતા છે કે આરોપી મહત્વની સાક્ષી એવી સગીરાને ડરાવી ધમકાવી શકે છે. આરોપી પોતે વકીલ હોવા છત્તા તેને કાયદા માટે સન્માન નથી. આરોપી સંજય પંડિતના વકીલે દલીલ કરી હતી કે અરજદારના વકીલે રજૂ કરેલી તમામ બાબતો ટ્રાયલ કોર્ટ સમક્ષ રજૂ કરાઈ પછી જ સંજય પંડિતને જામીન મળ્યા છે. તેને જામીન શરતોનો કોઈ ભંગ કર્યો નથી. 'લેન્ડ ગ્રેબિંગ અને ઘરેલું હિંસા જેવા ગુનાઓ છે' બીજા આરોપી વકીલ દિનેશ પાતર વિરુદ્ધ અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સંજય પંડિત જેવો જ રોલ વકીલ દિનેશ પાતરનો છે. તેની સામે પણ 4 પૂર્વ ગુના નોંધાયેલા છે. દિનેશ પાતરના વકીલે રજૂઆત કરી હતી કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં તેના સામે કોઈ કાર્યવાહી ચાલુ નથી. તેની સામે નોંધાયેલા ગુના મોટા નથી. તેમાં લેન્ડ ગ્રેબિંગ અને ઘરેલું હિંસા જેવા ગુનાઓ છે. આ બધી જ બાબતો ટ્રાયલ કોર્ટ સમક્ષ મુકાઇ છે. તેને ફક્ત વકીલ તરીકેની ડ્યુટી કરી હતી. ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા કેસ ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પોલીસ મથકે મે, 2025માં રાજદિપસિંહ, અનિરુદ્ધસિંહ અને વધુ બે આરોપીઓ સામે અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં તેના ભાઈ મનીષ ખૂંટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં પોલીસે બંને વકીલ આરોપીઓની પણ ધરપકડ કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ આરોપીઓએ ભેગા મળીને સગીરા સાથે અમિત ખૂંટ ઉપર દુષ્કર્મનો ખોટો કેસ કરાવીને અમિત ખૂંટને આત્મહત્યા માટે મજબૂર કર્યો હતો. અમિત ખૂંટે ઝાડ પર ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. તેના ખિસ્સામાંથી 4 સુસાઈડ નોટ મળી આવી હતી. ફરિયાદ મુજબ રાજદીપસિંહ અને અનિરુદ્ધસિહ મૃતકના ગામમાં સસ્તા ભાવે જમીન પડાવી લેતા હોવાની બાબતને લઈને ગઈ વિધાનસભાની ચૂંટણીમાં આરોપીઓ અને મૃતક અમિત ખૂંટ વચ્ચે ઝઘડો થયો હતો. આરોપીઓએ મૃતક ઉપર હુમલો કરેલો, જેને લઈને મૃતકે આરોપીઓ સામે કેસ પણ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    PIની હાજરીમાં ચૈતર વસાવાએ લાફો માર્યો, VIDEO:'તુ-તારી' કરનાર પર ભડક્યા, મૃતકના સંબંધીએ પણ સામે તમાચો માર્યો; પીડિતોને ન્યાય અપાવવા ગયા ને પિત્તો ગુમાવ્યો
    Next Article
    43 ડિગ્રીએ તાપમાન પહોંચતા લોકો તોબા પોકારી ગયા:ડિહાઈડ્રેશનથી બચવા જ્યૂસ-લીંબુ પાણી પીવે છે, વેચાણમાં પણ 50%નો વધારો; બપોરે રસ્તાઓ સૂમસામ થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment