Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PIની હાજરીમાં ચૈતર વસાવાએ લાફો માર્યો, VIDEO:'તુ-તારી' કરનાર પર ભડક્યા, મૃતકના સંબંધીએ પણ સામે તમાચો માર્યો; પીડિતોને ન્યાય અપાવવા ગયા ને પિત્તો ગુમાવ્યો

    12 hours ago

    ભરૂચ જિલ્લાની ઝઘડિયા GIDCમાં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપનીમાં 23 એપ્રિલે આગ લાગી હતી. આ ગંભીર ઘટનામાં 2 કામદારોના મોત નિપજ્યા છે, જ્યારે 13 અન્ય ઈજાગ્રસ્તો સારવાર હેઠળ છે. ત્યારે પીડિતો અને અન્ય લોકો સાથે ધારાસભ્ય ચૈતર વસાવા કંપનીએ દોડી ગયા હતા. અહીં કંપની પાસે વળતરની માગ ચાલતી હતી. ત્યારે એક મૃતકના કથિત સંબંધીએ વિરોધ કર્યો હતો. દરમિયાન વિરોધ થતાં પિત્તો ગુમાવતાં ધારાસભ્યએ તેને લાફો ઝીંકી દીધો હતો. સામે વિરોધ કરનારને પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો અને લાકડી અને જૂતું માર્યુ હતું.અપશબ્દોનો મારો ચલાવ્યો હતો આ ઘટના પીઆઈની હાજરીમાં બની હતી આ કરૂણ ઘટના બાદ કંપની પરિસરમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું અને ધારાસભ્ય પર હુમલા બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો. સમગ્ર ઘટનાક્રમ શું છે? ચૈતર વસાવા કંપનીની બહાર પીડિતો અને સમર્થકો સાથે કંપની બહાર વિરોધ કરી રહ્યા હતા. કંપનીના મેનેજરને મળવાની માગ સાથે તે બહાર હતા. પરંતુ ઘટના બાદ અંદર જતાં મૃતકના કથિત સંબંધીએ ધારાસભ્યનો ઉગ્ર વિરોધ કર્યો હતો. જોકે આમ ન કરવા ધારાસભ્યે સમજાવ્યો પણ ન સમજતાં ઉગ્ર વિરોધ કરીને તુ તારી કરીને અપમાન કરતા ચૈતરે પિત્તો ગુમાવ્યો હતો અને લાફો ઝીંકી દીધો હતો. જો કે, સામે વિરોધ કરનારે પણ ચૈતર વસાવાને લાફો ઝીંક્યો હતો. આ ઘટના પીઆઈની હાજરીમાં બની હતી. ઉગ્ર બોલાચાલીની શરૂઆત થઈ ત્યારથી પીઆઈ કોઈને વીડિયો ઉતરવા આદેશ કરી રહ્યા હતા. પંરતુ, બંને વચ્ચે થતું ઘર્ષણ રોકવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ પણ વાંચો, ઝઘડિયા GIDCની કંપનીમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ આગની ઘટનામાં 15 દાઝી ગયા કંપનીમાં લાગેલી ભીષણ આગને પગલે કુલ 15 કામદારો દાઝી ગયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 કામદારોએ જીવ ગુમાવ્યા છે. અન્ય ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ધારાસભ્ય ચૈતર વસાવા પીડિત પરિવારો સાથે મુલાકાત કરવા સમર્થકો સાથે કંપની પહોંચતા સ્થિતિ તંગ બની હતી. પોલીસનો બળપ્રયોગ સ્થળ પર સર્જાયેલા ભારે હોબાળાને કાબૂમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી. આ દરમિયાન મૃતક રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ રાજન વસાવાએ ધારાસભ્ય ચૈતર વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ધારાસભ્ય પીડિત પરિવારને ન્યાય અપાવવાને બદલે માત્ર કંપની પાસેથી નાણાં વસૂલવા માટે આવ્યા છે, જેના કારણે આ મામલે રાજકીય રંગ પણ ભળી ગયો છે. મૃતકના પરિવારજનોમાં પણ આ મુદ્દે બે જૂથ પડ્યા હોવાનું સામે આવ્યું છે. વળતરની માગ અને તપાસ કંપની મેનેજમેન્ટે પીડિતોને યોગ્ય વળતર આપવાની જાહેરાત કરી છે, પરંતુ ચૈતર વસાવાએ મૃતકોના પરિવારજનોને 1-1 કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માગ કરી છે. હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. મૃતકના ભાઈએ ફોન કરી બોલાવ્યા દિવ્યભાસ્કરે આ બનાવ અંગે જાણવા ચૈતર વસાવાનો સંપર્ક કર્યો હતો, પીડિત પરિવારજનોમાંથી એક અરુણભાઈનો ગઈકાલે સાંજે ફોન આવ્યો, તેમના ભાઈ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. તેમણે કહ્યું કે ભાઈ શું કરીએ બે દિવસ થઈ ગયા અને ડેડબોડી બગડે છે તો તમે આવો અને કંપની મેનેજમેન્ટ સાથે અમરાવતી વાત કરો, તો અમે એમની સાથે આજે 27 એપ્રિલે સાડા અગિયાર વાગ્યે કંપનીના ગેટ પર ગયા. ત્યાં પોલીસ કાફલો હતો. પીઆઈ વાઘેલા પણ હતા. અમે કહ્યું કે તમે ઝડપથી વાટાઘાટા કરો તો પેલી કોહવાતી જતી 2 બોડીના જલદી અંતિમ સંસ્કાર થઈ શકે, અમે દોઢ કલાક સુધી ગેટ પર ઊભા રહ્યા, પણ મેનેજમેન્ટનો એકપણ માણસ અમને કે મૃતકોના પરિવારજનોને મળવા પણ નથી આવ્યો. અમે દોઢ વાગ્યા સુધી ત્યાં ઊભા રહ્યા પછી થયું એવું કે અમે ગેટના દરવાજા ઉપર ચડીને અંદર પ્રવેશવા ગયા પણ પોલીસે ત્યાં એક માણસને અગાઉથી જ તૈયાર રાખ્યો હતો. એટલે હું જેવો અંદર ઉતરું એટલે તરત જ એ માણસે મારી સાથે તું-તારીથી વાત કરીને મને ઉશ્કેરવાનું શરૂ કર્યું. મેં એને શાંતિ રાખવા કહ્યું. અમે જે કામે આવ્યા છીએ તે કરીએ. તો પણ એ માણસ મારી સાથે ઝપાઝપી કરવા લાગ્યો. અમારી સાથેના પેલા બેનને એ બધા રડવા લાગ્યા. દુખ અને શોકની વાત હતી, એટલે હું એ માણસ સાથે લપમાં પડ્યો નહી. મેં પીઆઈ સાથે વાત કરીને મધ્યસ્થી કરીને તેનું નિરાકરણ લાવવાની વાત કરી. છતાં પણ પોલીસે કાફલો ઉતાર્યો. જાહેરનામું ભંગ થાય છે તેવું બહાનું કાઢીને લાઠીચાર્જ કર્યો. અમને બધાને ત્યાંથી ખદેડી મૂક્યા. પરિવારવાળા આજે પણ રડે છે. બે ડેડબોડી સુરતમાં પડી છે. પાંચ લોકો હજુ સિરિયસ છે અને બીજા 9 જણા સિત્તેર ટકા દાઝી ગયા છે એમને પણ બચવાના ચાન્સ નથી અને મેનેજમેન્ટ હજુ જવાબ આપવા તૈયાર નથી ચૈતરે આગમાં મોતને ભેટેલા કર્મીઓ મુદ્દે કંપનીની નારાજ ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રો કેમિકલ નામની એક કંપની છે, ત્યાં 23 તારીખે બ્લાસ્ટ થયો હતો અને આગ લાગી હતી...કંપનીની બેદરકારીથી બ્લાસ્ટ થયો અને એમાં અમારા વિસ્તારના 16 જેટલા કર્મચારી તેમાં ગંભીર રીતે દાઝી ગયા હતા...એમાંથી 3 જણ બરોડા છે, 4 જણ ભરૂચ છે, અને બીજા સુરત ખાનગી હોસ્પિટલમાં હતા એમાં ખાનગી હોસ્પિટરમાં એક જણનું મૃત્યુ 25 તારીખે થયું અને બીજા વ્યક્તિનું મૃત્યુ આજે 27 તારીખે સવારે થયું. કંપનીના મેનેજમેન્ટમાંથી એકપણ વ્યક્તિએ આ ગંભીર રીતે દાઝેલા 16 લોકો, જેમાંથી કેટલાક તો વેન્ટિલેટર પર છે તેમના પરિવારને કંપની તરફથી એકપણ વ્યક્તિ હજુ ખબર-અંતર પૂછવા નથી ગયું કે ભાઈ કેમ છો..અમે તમારી સાથે છીએ..તેઓ પરમેનેન્ટ એમ્પ્લોઈ હતા છતાં પણ..અને 23 તારીખથી એટલેકે છેલ્લા 4 દિવસથી એમની સાથે સંકલનમાં હતા. ગઈ કાલે પણ અમારા જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આખો દિવસ હોસ્પિટલમાં હતા.. રાતે બે વાગ્યા સુધી ત્યાં રહ્યા..પણ કંપનીનો એકપણ કર્મચારી ન આવ્યો..25 તારીખ બન્ને થી ડેડબોડી ત્યાં પડી છે.હજુ પીએમ પણ થયું નથી. શરૂઆતમાં તો દવાખાનાનું પેમેન્ટ બાકી હતું એટલે એક દિવસ તો એમાં જ જતો રહ્યો કોઈ બોડી નહોતું આપતું, હજુ પણ બોડી ત્યાં જ છે. અમે કંપનીવાળાને કહ્યું કે માનવતા રાખીને તમે આવો..પરિવારને મળો.. તમારી કંપનીની જે પોલિસી હોય, વીમા હોય એ ન્યાયિક રીતે, સરકારી ધારા-ધોરણમુજબ જે આપવાનું હોય તે કર્મચારીને આપી દો. કંપનીનો એક મેનેજર હતો તણે 'હું મુંબઈ છું, હું ચેન્નઈ છું' તેવા જવાબ આપ્યા એમ કરતા કરતાં આજે 5 દિવસ થઈ ગયા. પોલીસે અજાણ્યા લોકોને ઊભા કર્યાનો આરોપ ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો કે પોલીસે બે-ચાર જણાને ઉભા રાખીને એવા વીડિયો બનાવડાવ્યા છે, જેમને આ પીડિત લોકો કે પરિવારજનો સાથે કંઈ લેવાદેવા નથી. દૂર દૂર સગા નથી એવા લોકોને પોલીસ બળજબરીથી બોલાવે છે. કેમ કે પોલીસ છે ને તે કંપનીના જે માલિક છે, એમના કહ્યા પ્રમાણે કરે છે અને માલિકોને સાચવે છે. પોલીસ એ પ્રકારનો વીડિયો બનાવડાવે છે. પણ મૂળ મુદ્દો આ છે કે ભાઈ માનવતાની રીતે તો એકવાર મૃતકોના પરિવારજનોને તો કંપની તરફથી કોઈ મળવા જાવ. એવું તો કોઈ કહો કે ભાઈ કંપની તરફથી જે બનશે તે મદદ કરીશું. પાંચ દિવસ થઈ ગયા ન તો કંપની તરફથી કે ન તો પોલીસ અધિકારી તરફથી મૃતકોના પરિવારજનોને કોઈ મળવા ગયું છે. અમારી માગણી અને મૂળ મુદ્દો આ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આગામી 6 દિવસ માટે ઓરેન્જ એલર્ટ:બાળકોને 12 વાગ્યા પહેલાં છોડવા અને આઉટડોર એક્ટિવિટી ન કરાવવા સ્કૂલોને DEOની સૂચના
    Next Article
    અમિત ખૂંટ આત્મહત્યા કેસ, મનીષ ખૂંટની અરજી હાઇકોર્ટે નકારી:બે આરોપી વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની જામીન અરજી રદ્દ કરવા માગ કરી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment