Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણના વડોદ ગામ પાસે ગેસ લાઈનમાં આગ:ખેતરની વાડ બળીને ખાખ, ખેડૂતોને નુકસાન

    1 day ago

    વઢવાણ તાલુકાના વડોદ ગામ નજીકથી પસાર થતી ગેસ પાઈપલાઈનમાં આગ લાગી હતી. આ ઘટનામાં ખેતરની ફરતે આવેલી વાડ બળીને ખાખ થઈ ગઈ હતી, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, ખેતર પાસેથી પસાર થતી ગેસ લાઈનમાં કોઈ અજાણ્યા કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદભાગ્યે, આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જેના પરિણામે કોઈ મોટી જાનહાનિ ટળી હતી. આ ઘટનાથી ભોગ બનનાર ખેડૂતોએ ગેસ કંપનીની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આગને કારણે થયેલા આર્થિક નુકસાન માટે યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ જિલ્લા પંચાયતમાં ઓછું મતદાન:લોધિકામાં ઠંડુ તો બેડલામાં જોરદાર મતદાન, ભાજપના ગઢમાં ગાબડું પડશે કે જળવાશે સત્તા?
    Next Article
    Dispute between Kerala and Tamil Nadu youngsters in Bengaluru leads to dacoity and assault, 6 arrested

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment