Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અતુલ લિમિટેડ દ્વારા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી:જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું

    13 hours ago

    અતુલ લિમિટેડ દ્વારા ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ સપ્તાહ દરમિયાન જનજાગૃતિ અને તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. કાર્યક્રમોનો પ્રારંભ ફાયર સેવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને થયો હતો. સપ્તાહ દરમિયાન કંપનીના કર્મચારીઓ માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ઓનલાઈન ક્વિઝ, સ્કાબા અને ફાયર હાઈડ્રન્ટ ડ્રિલ સ્પર્ધાનો સમાવેશ થાય છે. આ સ્પર્ધાઓમાં કુલ 782કર્મચારીઓએ ભાગ લીધો હતો, જેમાં 70 મહિલા કર્મચારીઓ પણ સામેલ હતી. આ ઉપરાંત, અતુલ વિદ્યામંદિર ખાતે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં 120વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને આગથી બચાવ, સલામતી અને અગ્નિસલામતી અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વલસાડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (વિમ્સ) હોસ્પિટલ ખાતે મોક ડ્રિલ યોજાઈ હતી. આ ડ્રિલ દ્વારા આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી અને અસરકારક પ્રતિસાદ કેવી રીતે આપવો તે અંગે માર્ગદર્શન અપાયું હતું. આ તમામ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ અગ્નિસલામતી અંગે જનજાગૃતિ વધારવાનો અને આપાતકાલીન પરિસ્થિતિઓ માટે યોગ્ય તૈયારી સુનિશ્ચિત કરવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    બંદુકના નાળચે 50 લાખની લૂંટ:સુરતમાં SBI બેંક લૂંટાણી, આપ નેતા સાગર રબારીએ રાજીનામું ધરી દીધું, ગરમી હજુ તોબા પોકારાવશે
    Next Article
    રાજકોટમાં 49 મતદાન મથકોએ EVM બદલવા પડ્યા:તાલુકા પંચાયતમાં સૌથી વધુ 60.36 ટકા તો ગોંડલ ન.પા.માં સૌથી ઓછું 48.51 ટકા મતદાન, જિ. પંચાયતમાં 60.19 ટકા વોટિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment