Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અજાણ્યા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને જોરદાર ટક્કર મારી:દાહોદના વૃદ્ધનું ઘટનાસ્થળે મોત, મગદલ્લા-હજીરા બ્રિજ પર અકસ્માતથી ટ્રાફિક સર્જાયો'તો

    10 hours ago

    સુરતના મગદલ્લા-હજીરા બ્રિજ પર ગત મોડીરાત્રે(26 એપ્રિલ) એક કાળજું કંપાવી દેનારો અકસ્માત સર્જાયો હતો. કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાની ગતિ પર કાબૂ ગુમાવી એક 60 વર્ષીય વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને અડફેટે લીધા મળતી માહિતી મુજબ, ગત રાત્રે મગદલ્લા-હજીરા બ્રિજ પર વાહનોની અવરજવર ચાલુ હતી, ત્યારે અચાનક એક પૂરપાટ ઝડપે આવતા વાહને રસ્તો ઓળંગતા વૃદ્ધને અડફેટે લીધા હતા. ટક્કર લાગતાની સાથે 60 વર્ષીય વૃદ્ધ રસ્તા પર પટકાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. વૃદ્ધનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં પડેલા વૃદ્ધની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે તેમનું પ્રાણપંખેરું ઘટના સ્થળે જ ઊડી ગયું હતું. લોકોમાં આ અકસ્માતને લઈને ભારે રોષ પણ જોવા મળ્યો હતો, કારણ કે હજીરા રોડ પર ભારે વાહનોની અવરજવર ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતકનું નામ બચુભાઈ મેઘાભાઈ વસૈયા છે. તેઓ મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના વેલપુરા ગામના વતની હતા. રોજગારી મેળવવા માટે તેઓ સુરત આવ્યા હતા અને અહીં મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરિવાર અને ગામમાં શોકની લહેર વેલપુરા ગામમાં જ્યારે બચુભાઈના અવસાનના સમાચાર પહોંચ્યા ત્યારે આખા ગામમાં શોકની લહેર દોડી ગઈ હતી. પોતાના સ્વજનના અચાનક અને આ રીતે કરુણ રીતે થયેલા મોતથી પરિવારજનો પર આભ ફાટ્યું છે. પરિવારમાં કરુણ આક્રંદ જોવા મળી રહ્યો છે. મગદલ્લા-હજીરા બ્રિજ પર ટ્રાફિક થયો હતો અકસ્માતની જાણ થતા જ સુરત શહેર પોલીસનો કાફલો તાત્કાલિક મગદલ્લા-હજીરા બ્રિજ પર પહોંચ્યો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને મૃતદેહનો કબજો લીધો હતો. પોલીસે પંચનામું કર્યા બાદ મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. આજે સવારે પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહને તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. અવારનવાર નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે મગદલ્લા-હજીરા બ્રિજ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વાહનો અને ટ્રકોની સતત અવરજવર રહેતી હોય છે. ઘણીવાર વાહન ચાલકો બેફામ ગતિએ વાહન ચલાવતા હોય છે, જેના કારણે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગની વ્યવસ્થા ન હોવાને કારણે પણ આવા અકસ્માતો સર્જાતા હોવાનું સ્થાનિકોનું માનવું છે. 'વૃદ્ધ નર્સરીમાં મજૂરી કામ કરતા હતા' ભીલ સમાજ સુરત જિલ્લા પ્રમુખ હિતેશ શંકરભાઈ બામણીયાએ જણાવ્યું હતું કે, ઘટના ગઈકાલે રાતના એસ.કે નગર બ્રિજથી લઈને આભવા રોડ ઉપર સર્વિસ રોડ ઉપર ઉમરાન પરી વાટિકા છે, એ વાટિકામાં અમારા જે આ વડીલ કાકા છે ત્યાં નર્સરીમાં મજૂરી કામ કરતા હતા. રાતના નવ વાગ્યે બહાર નીકળ્યા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવતી કોઈ ફોરવીલ કારે એમને અડફેડમાં લઈ લીધા અને ગાડી એકદમ પૂરપાટ ઝડપે ઠોકાતા એ 20 થી 30 મીટરના દૂર અંતરે રોડ ઉપર ફેકાયા હતા અને રોડ પર પટકાતા એમનું ગંભીર રીતે માથામાં અને પગ ભાંગી ગયો છે, એ રીતે અકસ્માત થયેલા એમનું જગ્યા પર જ ડેથ થયું છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:SBIમાં 5 લૂંટારુઓએ બંધૂકની અણીએ 50 લાખ લૂંટ્યા, પિતાએ દીકરીની છેડતીનો ઠપકો આપતા 5 લોકોએ પતાવી દીધા
    Next Article
    બંદુકના નાળચે 50 લાખની લૂંટ:સુરતમાં SBI બેંક લૂંટાણી, આપ નેતા સાગર રબારીએ રાજીનામું ધરી દીધું, ગરમી હજુ તોબા પોકારાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment