Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાવીજેતપુર પાસે ટ્રક-બાઈક અકસ્માત: બેના મોત:ગત રાત્રે મધ્યપ્રદેશના શ્રદ્ધાળુઓ પાવાગઢથી પરત ફરતી વખતે ભોગ બન્યા

    12 hours ago

    પાવીજેતપુર નજીક વનકુટીર પાસે ગત મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં મધ્યપ્રદેશના બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકો પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મૃતકોની ઓળખ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના મંધાર ગામના રહેવાસી રાયમલભાઈ મેહડા (ઉંમર 52વર્ષ) અને ચેતનભાઈ મેહડા (ઉંમર 31 વર્ષ) તરીકે થઈ છે. તેઓ પિતરાઈ ભાઈઓ હતા. આ બંને શ્રદ્ધાળુઓ પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરીને પોતાની બાઈક પર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન પાવીજેતપુરના વનકુટીર પાસે તેમની બાઈક એક ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહેલા બે સભ્યોના અચાનક મોતના સમાચારથી મંધાર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
    Click here to Read More
    Previous Article
    મહેસાણામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આવતીકાલે પરિણામ:મતગણતરી માટે તડામાર તૈયારીઓ પૂર્ણ, જિલ્લાના 17 વિવિધ સ્થળની ફાળવણી
    Next Article
    Oracle To Cut Over 20,000 Jobs: Is AI Hitting Senior Employees First?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment