Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચના આમોદમાં યુવકનો મૃતદેહ મળ્યો:રાણીપુરાના અમરસન વસાવા તરીકે ઓળખ, પોલીસે તપાસ શરૂ કરી

    4 days ago

    ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના વાડિયા ગામની સીમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ રાણીપુરા ગામના અમરસન વસાવા તરીકે થઈ છે. આ ઘટના બાદ આમોદ પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, અમરસન વસાવા છેલ્લા કેટલાક દિવસોથી ઘરેથી ગુમ હતા. તેમના પરિવારજનો તેમની શોધખોળ કરી રહ્યા હતા. વાડિયા ગામની સીમમાંથી મૃતદેહ મળ્યાની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત, આત્મહત્યા કે હત્યા સહિતના વિવિધ પાસાઓની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે.
    Click here to Read More
    Previous Article
    નવી મનપા, નવો ઉત્સાહ, વાપી-નવસારીએ મતદાનમાં બાજી મારી!:સાયલન્ટ કોંગ્રેસ ચમત્કાર કરશે કે આપનો સફાયો થશે? ભાજપ સામે ગામડાંનો ગઢ સાચવી રાખવાનો પડકાર
    Next Article
    મતદાનમાં મોરબીએ મેદાન માર્યું:નવી બનેલી પોરબંદર મનપા પાછળ રહી ગઈ, રાજકોટ ઉંઘતું રહ્યું તો માંડ 50% ક્રોસ કરી શક્યું, સૌરાષ્ટ્રમાં કેવું રહ્યું વોટિંગ?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment