Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાહેબ મિટિંગમાં છે:ભાજપ ધારાસભ્યના ફંડ માટે ફાંફા, સ્ટાર પ્રચારક તો પ્રચારમાંથી જ ગાયબ થઈ ગયા

    12 hours ago

    દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... ભાજપ ધારાસભ્યના ફંડ માટે ફાંફા ગાંધીનગર જિલ્લાના રાજકીય વર્તુળોમાં હાલ એક રસપ્રદ ચર્ચા ચાલી રહી છે. સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ફંડની અછત અંગે ચર્ચા થતી હોય છે, પરંતુ આ વખતે ભાજપમાં પણ અંદરખાને ફંડ માટે દોડધામ જોવા મળી રહી હતી. માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના એક ભાજપ ધારાસભ્ય છેલ્લા ઘણાં દિવસથી સતત જિલ્લા કાર્યાલયનો સંપર્ક કરી રહ્યા હતા અને ફંડ માટે વારંવાર આજીજી કરી રહ્યા હતા. ખાસ વાત એ છે કે તેઓ બધા ઉમેદવારો માટે નહીં પરંતુ માત્ર એક જ ઉમેદવાર અને એક જ સીટ માટે ફંડ માંગતા હોવાના કારણે જિલ્લા સ્તરના નેતાઓમાં અસમંજસ અને કંટાળો જોવા મળ્યો હતો. આ ઘટનાને કારણે પાર્ટીના અંદરના સમીકરણો અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. સ્ટાર પ્રચારક હોવા છતાં પ્રચારથી ગાયબ ગાંધીનગર જિલ્લા ભાજપમાં એક બીજી ગંભીર બાબત સામે આવી છે, જેને લઈને સંગઠનમાં અસંતોષ ફેલાયો છે. પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારક તરીકે જાહેર કરવામાં આવેલા એક ધારાસભ્ય જિલ્લાના એકપણ પંચાયત ક્ષેત્રમાં પ્રચાર કરવા ગયા નહોતા. આ બાબતને જિલ્લા ભાજપે ગંભીરતાથી લીધી છે. સ્થાનિક સ્તરે કાર્યકરોમાં ચર્ચા ચાલી રહી છે કે જેમના પ્રયાસોથી આ નેતા ધારાસભ્ય બન્યા, તે જ કાર્યકરોને હવે પ્રચારમાં સહકાર મળતો નથી. આવી સ્થિતિને કારણે કાર્યકરોમાં નારાજગી વધી રહી છે.જિલ્લા ભાજપ આ મામલે કમલમ સુધી રજૂઆત કરવાની તૈયારીમાં છે, જે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધારશે. વાઇબ્રન્ટ સમિટને લઈ પાંચેક IAS વચ્ચે ગરમાગરમી 1 મેના ગુજરાત સ્થાપના દિવસે જ સુરતમાં વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. જો કે, આ સમિટ પણ મુખ્ય નથી પણ રીજિયોનલ સમિટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં હાજર રહે તેવી પૂરી શક્યતા છે. બે દિવસ સુધી ચાલનારી આ સમિટના આયોજન માટે ગાંધીનગરમાં અનેક મિટિંગો મળી હતી અને હજુ પણ છેલ્લી ઘડીની મિટિંગો મળી રહી છે. સમિટના આયોજન અને ખાસ કરીને રોકાણ માટેના એમઓયુના સંદર્ભમાં ચર્ચાઓ થતી હોય છે. સચિવાલયમાં ચર્ચા છે કે, ઉદ્યોગખાતામાં ફરજ બજાવતા બે IAS તેમજ અન્ય ડિપાર્ટમેન્ટના ત્રણેક IAS અધિકારીઓ વચ્ચે સમિટના આયોજનના સંદર્ભમાં ગરમાગરમી થઈ હતી. અમુક અધિકારીઓ કોઈ વાત સ્વીકારવા કે સાંભળવા તૈયાર નહોતા. જેમાં એક મહીલા IAS અધિકારીનો પણ સમાવેશ થાય છે. કંટાળીને એક અધિકારીએ મુખ્ય સચિવના કાન સુધી આ વાત પહોંચાવાનુ નક્કી કર્યું છે. જેથી આગામી દિવસોમાં કોઈ રસપ્રદ ઘટના આકાર લેશે. નવરાધૂપ બનેલા કેટલાક IAS ખાનગી કંપનીમાં ગોઠવાઈ જશે ગયા વર્ષે ગુજરાત કેડરના ચારથી પાંચ એડિશનલ ચીફ સેક્રેટરીઓ વય નિવૃત્ત થયા હતા. જેમાં રાજકુમાર, કમલ દયાની, સુનયના તોમર, જે. પી. ગુપ્તા, એસ. જે. હૈદર અને પંકજ જોશીનો સમાવેશ થાય છે. જેમાંથી પૂર્વ મુખ્ય સચિવ જોશીને સરકારે મહત્વની જગ્યા ગણાતી જર્કની જવાબદારી સોંપી છે. એ સિવાયના અન્ય સિનિયર અધિકારીઓ હવે જાણે નવરાધૂપ થઈને બેઠા છે. અગાઉ એવી ચર્ચા ચાલતી હતી કે, રાજકુમાર સિવાયના બાકીના સનદી અધિકારીઓને સરકાર ક્યાંકને ક્યાંક મુકી દેશે. રાજકુમારનો સ્વભાવ અને કામ કરવાની તેમની પધ્ધતિને કારણે એક સમયે સમગ્ર બ્યુરોક્રેટ્સમાં નિરાશા વ્યાપી ગઈ હતી. જોશીના મુખ્ય સચિવ બાદ આ નિરાશા થોડા ઘણે અંશે દૂર થઈ હતી. જ્યારે એમકે દાસ આવ્યા બાદ હવે જાણે કોઈ નિરાશા જ રહી ન હોય એવુ લાગી રહ્યુ છે. હવે તો પોસ્ટિંગના રાહ જોઈને આ અધિકારીઓ પણ ખાનગી કંપનીમાં ગોઠવાઈ જવાની તૈયારી કરી રહ્યા છે. IAS દંપતીને દિલ્હીમાં મહત્વની પોસ્ટ ગુજરાત કેડરના એક IAS દંપતીને થોડા સમય પહેલા જ દિલ્હીમાં મહત્વના વિભાગોમાં પોસ્ટિંગ અપાયા હતા. જેમાં મસૂરી સ્થિત LBSNAA-લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે સેવા આપતા 2011ની બેચના IAS અધિકારી શ્વેતા તેવતિયાની બદલી પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયમાં ડાયરેક્ટર તરીકે કરવામાં આવી હતી. તેમની બદલીના માત્ર એક અઠવાડિયામાં જ, તેમના લાઈફ પાર્ટનર અને 2008ની બેચના IAS અધિકારી ઉદિત અગ્રવાલ કે જેઓ LBSNAAમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. તેમની નિમણૂક માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે કરાઈ છે. આમ, મસૂરીમાં એક વર્ષના અનુભવ બાદ આ IAS દંપતી હવે નવી દિલ્હી શિફ્ટ થયું છે. આ બંને અધિકારીઓની નિમણૂક 2030 સુધીની રહેશે. આ ઉપરાંત થોડા સમય પહેલા ગુજરાત કેડરના એડિશનલ ચીફ સેક્રેટરી મોના ખંધારને દિલ્હીમાં ડેપ્યુટેશન પર જવા માટેનો ઓર્ડર થઈ ગયો હતો. તેઓ ગત અઠવાડીયે જ દિલ્હી પહોંચી ગયા છે અને પોતાના વિભાગનો હવાલો પણ સંભાળી લીધો છે. સચિવાલયના ડેપ્યુટી સેક્રેટરીઓને ત્રણ દિવસની તાલીમ ગુજરાતમાં વહીવટી ક્ષમતા વધારવા, નેતૃત્વના ગુણો વિકસાવવા અને સુશાસન સ્થાપિત કરવાના હેતુથી સચિવાલયમાં ફરજ બજાવી રહેલા ડેપ્યુટી સેક્રેટીરઓને ત્રણ દિવસની તાલીમ અપાઈ હતી. જેમાં ખુદ મુખ્ય સચિવ મનોજકુમાર દાસે સુશાસનના પાઠ ભણાવ્યા હતા. આ વિશેષ તાલીમ કાર્યક્રમનો મુખ્ય વિષય "વહીવટી ક્ષમતાઓ અને નેતૃત્વમાં વધારો" નો રખાયો હતો. સરકારી કામકાજમાં આવતી કેટલીક બાબતોને દૂર કરવા માટે નિષ્ણાતો દ્વારા આવી તાલીમ અપાતી આવી છે. જેમાં વહીવટી બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચાર તેમજ ફાઈલો પડતર રાખવાની માનસિકતા અને નાગરિકોના કામમાં થતો અનાવશ્યક વિલંબને નિવારવા માટેની ખાસ તાલીમ અપાઈ હતી. હવે જોઈએ નવા સાહેબો જાહેર જીવનમાં અને પ્રજાના કામોમાં આ તાલીમનો કેટલો અને કેવો ઉપયોગ કરે છે. પ્રાથમિક અને ખાતાકીય તપાસ મામલે સરકાર કડક ગાંધીનગરના વહીવટી વર્તુળોમાં ફરી એકવાર કડક સંદેશ ગયો છે. મુખ્ય સચિવ દ્વારા સચિવોની સમિતિની બેઠકમાં પ્રાથમિક તેમજ ખાતાકીય તપાસના બાકી પડેલા કેસોને લઈને તમામ વિભાગોના સચિવોને સ્પષ્ટ અને કડક સૂચના આપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો હવે ઝડપથી પૂર્ણ કરવા દબાણ વધારાયું છે. આગામી સમયમાં વિભાગવાર સમીક્ષા પણ થવાની સંભાવના છે, જ્યાં કામમાં ઢીલાશ બતાવનાર અધિકારીઓ સામે જવાબદારી નક્કી થઈ શકે છે. સરકારના આ કડક વલણથી તંત્રમાં ચકચાર મચી છે. ભાજપના ઉમેદવારોને પણ ધમકી? પોતાના જ કેમ્પમાં ડરનો માહોલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન અત્યાર સુધી કોંગ્રેસ અને આપ દ્વારા ભાજપ પર ઉમેદવારોને ધમકી આપવાના આક્ષેપો કરવામાં આવતા હતા. પરંતુ હવે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગાંધીનગર જિલ્લાની એક પાલિકાના ભાજપના ઉમેદવાર ભયના માહોલમાં જીવી રહ્યા છે. તેમને અજાણ્યા વ્યક્તિ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે તેમની પેનલ તૂટી જશે અને તેઓ હારી જશે. આ ધમકી બાદ ઉમેદવાર એટલા ડરી ગયા છે કે તેઓ સતત ઉપરી નેતાઓને ફોન કરીને આશ્વાસન માગી રહ્યા છે. આ ઘટનાએ ભાજપના આંતરિક વાતાવરણ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે અને પક્ષમાં જ અસુરક્ષાની ભાવના હોવાનો સંકેત આપી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વોશિંગ્ટન હિલ્ટન હોટલમાં 45 વર્ષ બાદ હિસ્ટ્રી રિપીટ:હીરોઈનને ઈમ્પ્રેસ કરવા માટે એક વ્યક્તિએ રાષ્ટ્રપતિ રીગન પર ફાયરિંગ કર્યુ હતું
    Next Article
    KKR Star Angkrish Raghuvanshi Guilty Of Code Of Conduct Breach, IPL Announces Strict Penalty

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment