Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડાલજ હાઈવેના બમ્પ પરથી જ્યુપિટર ઉછળતા પુત્ર સામે વૃદ્ધાનું મોત:પ્રસંગ પૂર્ણ કરીને કલોલ જવા રવાના થયા હતા, પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ

    9 hours ago

    અમદાવાદમાં પારિવારિક પ્રસંગ માણીને મોડી રાત્રે કલોલ પરત ફરી રહેલા પરિવારને અડાલજ પાસે કાળ ભેટી ગયો હતો. જ્યુપિટર ચાલક પુત્રએ હાઈવે પર પૂરઝડપે વાહન ચલાવી બમ્પ પર કુદાવતા પાછળ બેસેલા તેના 71 વર્ષીય માતા રોડ પર પટકાતા ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. જેમનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજતા નાના પુત્રએ પોતાના જ મોટા ભાઈ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. બમ્પ કૂદાવીને કાબૂ ગુમાવતા મતા નીચે પટકાયા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કલોલના પાંચ હાટડી બજારમાં રહેતા રિઝવાનભાઈ મન્સૂરી અને તેમનો પરિવાર ગત તારીખ 25 એપ્રિલના રોજ અમદાવાદના દરિયાપુર ખાતે તેમના મોટાભાઈ જાવેદભાઈના ઘરે દાવતમાં ગયા હતા. આ કાર્યક્રમ પૂરો કરીને રાત્રે આશરે સાડા અગિયાર વાગે આખો પરિવાર કલોલ જવા રવાના થયો હતો. ત્યારે રિઝવાનભાઈ અને તેમની પત્ની એક્સેસ પર આગળ જઈ રહ્યા હતા, જ્યારે તેમની પાછળ ઈરફાનભાઈ મન્સૂરી જ્યુપિટર પર માતા નસીમબાનુને પાછળ બેસાડીને જઈ રહ્યા હતા. દરમિયાન રાત્રે પોણા એકના અરસામાં અડાલજ ઝુંડાલ રોડ પર શ્રીનાથ ચોકડી પાસે ઈરફાનભાઈએ બમ્પ કૂદાવી વાહન પરનો કાબૂ ગુમાવતા તેના માતા નીચે પટકાયા હતા. માતા બેભાન ને ટૂંકી સારવાર બાદ મોત એ વખતે રિઝવાનભાઈએ પાછળ આવીને જોયું તો માતા બેભાન હાલતમાં લોહીલુહાણ પડ્યા હતા. તેઓને તુરંત 108 મારફતે ગાંધીનગર અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેઓનું મોત થયું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    AP EAPCET Admit Cards 2026: Hall tickets releasing on April 28 at cets.apsche.ap.gov.in
    Next Article
    અમદાવાદના શ્યામલમાં શાંગરીલા-2 આર્કેડમાં આગ:અનેક લોકોનું રેસ્ક્યૂ કરાયું, પાર્કિંગમાં વાહનો બળીને ખાખ; ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment