Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક રહેવાસીઓ મૂકાયા મુશ્કેલીમાં:વ્યારા કાનપુરા વિસ્તારમાં કચરાના ઢગલાં ત્રાસરૂપ, સ્થાનિક રહેવાસીઓને પરેશાની

    9 hours ago

    વ્યારા નગરના કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ ફ્લાવર સિટી અને વિવિધ સોસાયટી ઓ ની નજીક મુખ્ય માર્ગ પાસે વધતા જતા કચરાના ઢગલાઓને કારણે સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી અહીં નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા ન હોવાને કારણે રસ્તા કિનારે ગંદકીના ઢગલા જામી ગયું છે. કાનપુરા ગ્રામ પંચાયતની હદમાં આવતા મુખ્ય માર્ગ પર જ કચરો ફેંકાતા આવાગમન કરતા લોકો માટે પણ અસુવિધા ઉભી થઈ રહી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયમાં દુર્ગંધ એટલી વધી જાય છે કે રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ગંદકીના કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધતા આરોગ્ય સંબંધિત ચિંતાઓ પણ ઊભી થઈ છે. બાળકો અને વૃદ્ધોમાં બીમારીઓ ફેલાવાનો ભય સ્થાનિકોમાં વ્યાપક છે. સ્થાનિકોએ જણાવ્યું કે તેઓએ કાનપુરા ગ્રામ પંચાયતને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, છતાં યોગ્ય પગલાં લેવાતા નથી.
    Click here to Read More
    Previous Article
    સુવિધા માટે સંઘર્ષ:જામણીયામાં એક પણ મત ન પડ્યો, સ્થાનિકોનો બહિષ્કાર
    Next Article
    'I'm Not A Rapist, Paedophile': Trump On Shooter Cole Allen's 'Manifesto'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment