Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુવિધા માટે સંઘર્ષ:જામણીયામાં એક પણ મત ન પડ્યો, સ્થાનિકોનો બહિષ્કાર

    10 hours ago

    ભરૂચ જિલ્લામાં એક તરફ લોકો મતદાન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ વાલિયા તાલુકાનાં છેવાળાનું જામણીયા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર કરી વિકાસ નહીં તો મત નહીં નો નારો ગુંજ્યો હતો. જેના કારણે મતદાન મથક ખાલી રહ્યું હતું. દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ગામને જોડતા મુખ્ય માર્ગો અને આંતરિક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે, જેના કારણે ચોમાસામાં અને સામાન્ય દિવસોમાં પણ વાહન વ્યવહાર માં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તે સિવાય અન્ય પ્રાથમિક સમસ્યાઓના કારણે તેઓ મતદાન કરવા માટે બુથ પર ગયા નથી. બુટ પર જઈને તપાસ કરતાં બૂથ પર એક પણ વ્યક્તિ મતદાન કરવા આવ્યું નથી તેવું જણાવવામાં આવ્યું હતું. ઉલેખનીય છે કે, ગામના લોકોની વર્ષોથી પડતર પ્રશ્નો અને પ્રાથમિક સુવિધાઓના અભાવ થી ત્રસ્ત ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ગામલોકોએ એકજૂથ થઈને રોષભેર વિકાસ નહીં તો મત નહીં ના નારા સાથે મતદાન પ્રક્રિયા થી અળગા રહેવાનો નિર્ણય લીધો હતો. જેના પરિણામે મતદાન ના દિવસે ગામના લોકોએ મતદાન કરવા ગયા હતા નહીં. જેના કારણે જામણીયા ગામમાં 26 એપ્રિલે મતદાન થયું નથી. જામણીયા ગામ લોકોની મુખ્ય સમસ્યાઓ સ્થાનિકોના જણાવ્યા મુજબ જામણીયા ગામને જોડતો લગભગ 3 કિલોમીટરનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે. 1994માં બનેલો આ રસ્તો 2006 બાદ ક્યારેય મરામત થયો નથી. દર ચોમાસામાં રસ્તો સંપૂર્ણ ખરાબ થઈ જતા ગામ સંપર્ક વિહોણું બની જાય છે અને લોકોને જાતે જ ખાડા પુરવા પડે છે. તે સહિત ગામમાં પીવાનું પાણી, આરોગ્ય, વીજળી અને સ્મશાન જેવી મૂળભૂત સુવિધાઓનો પણ અભાવ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે FIR:મતદાન મથક પર ભાજપના કાર્યકર્તાને માર મારતા આંખમા ઈજા, નિકુલસિંહે ધમકી આપી- ‘હું તને જોઈ લઈશ’
    Next Article
    સ્થાનિક રહેવાસીઓ મૂકાયા મુશ્કેલીમાં:વ્યારા કાનપુરા વિસ્તારમાં કચરાના ઢગલાં ત્રાસરૂપ, સ્થાનિક રહેવાસીઓને પરેશાની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment