Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉમેદવારના ફોટા બદલાઈ જતાં ગૂંચવાડો:મતદારોએ સ્પષ્ટ કર્યું, સમસ્યા સર્જાશે ‎તો અમે ફોટાવાળી મહિલા પાસે જઇશું‎

    10 hours ago

    નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીના જંગ વચ્ચે વોર્ડ નંબર-13માં ભાજપના પ્રચાર કાર્યમાં થયેલી એક ગંભીર ભૂલે રાજકીય ગરમાવો લાવી દીધો છે. રાજકીય પક્ષ દ્વારા મતદારોને વહેંચવામાં આવેલી સત્તાવાર પ્રચાર સ્લીપમાં ઉમેદવારના નામ અને ફોટામાં મોટો છબરડો જોવા મળ્યો છે. જેને લઇ મતદારો એ મત આપતા હવે કોઈ પણ સમસ્યા માટે ફોટાવાળી મહિલા પાસે નિરાકરણ માંગતા વિવાદ સર્જાયો છે. ​​ નવસારીના વોર્ડ-13માં ફોટો વિવાદમાં મતદારોએ ફોટાવાળી મહિલાને તમને મતદાર સ્લિપમાં જોઈ મતદાન કર્યું છે. હવે સમસ્યાના નિરાકરણ તમારે કરવું પડશે તેમ કહી મીનલબેનને ઘેરી લીધી હતી. આ બાબતની જાણ થતા જ જાગૃત મતદારોએ ત્યાં આવેલા સાજનભાઈ ભરવાડને ઘેરીને રોષ ઠાલવ્યો હતો. મતદારોનું કહેવું છે કે તેઓએ સ્લીપમાં ફોટો જોઈને જ "નિશાન’ પર મતદાન કર્યું છે. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે, "જો ભવિષ્યમાં વોર્ડમાં કોઈ સમસ્યા સર્જાશે, તો અમે માધવીબેનને નહીં પણ જેનો ફોટો જોઈને મત આપ્યો છે તેવા મીનલબેન અને સાજનભાઈ પાસે જ જવાબ માંગીશું. "​ચૂંટણીના માહોલમાં નામ અને ફોટાની આ અદલાબદલી અત્યારે સમગ્ર શહેરમાં "ટોક ઓફ ધ ટાઉન" બની છે, જેનાથી સંગઠનની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. ઉમેદવારનું નામ અલગ અને ફોટો અલગ વોર્ડ નંબર-13માં રાજકીય પક્ષના સત્તાવાર મહિલા ઉમેદવાર માધવીબેન કૃણાલભાઈ શેઠ છે, પરંતુ પક્ષ તરફથી અપાયેલી સ્લીપમાં તેમના નામની સામે મીનલબેન સાજનભાઈ ભરવાડનો ફોટો છાપવામાં આવ્યો છે. આ છબરડાને કારણે પાયાના સ્તરે મતદારોમાં ભારે ગૂંચવણ ઊભી થઈ છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસના ઉમેદવાર સહિત ચાર સામે FIR:કુબેરનગરની વી. વી. તોમર સ્કૂલમાં ભાજપના કાર્યકર્તાને માર માર્યો, નિકુલસિંહે ધમકી આપી- ‘હું તને જોઈ લઈશ’
    Next Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સમીકરણ:વલસાડ જિલ્લા પંચાયત અને 6 તા. પં.ની ચૂૂંટણીમાં ગ્રામ્યમાં કચકચાવીને 72.83 ટકા મતદાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment