Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું સમીકરણ:વલસાડ જિલ્લા પંચાયત અને 6 તા. પં.ની ચૂૂંટણીમાં ગ્રામ્યમાં કચકચાવીને 72.83 ટકા મતદાન

    9 hours ago

    વલસાડ જિલ્લામાં છેલ્લા દોઢ માસથી જિલ્લા અને 6 તાલુકા પંચાયતો તથા વાપી મનપા, ઉમરગામ નપાની ચૂંટણીના જબરદસ્ત જ્વર બાદ 26 એપ્રિલ 2026ના રોજના મુહૂર્તના લગ્ન પ્રસંગો, 40 ડીગ્રી તાપમાનની સખત ગરમીનો માહોલ છતાં ગ્રામ્ય મતદારોએ કચકચાવીને મતદાન કર્યું હતું. સાંજે 5 સુધીમાં જિ.પં.ની ચૂંટણીમાં 73.02 ટકા અને 6 તાલુકા પંચાયતોની ચૂંટણીમાં 72.83 ટકા સરેરાશ મતદાન નોંધાયું હતું. સવારના બે કલાક દરમિયાન ગોકળગાયની ગતિએ શરૂ થયેલું મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં શિખરે આંબી ગયું હતું. મતદારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. સવારે સરેરાશ 11 ટકાનું મતદાન સાંજે પાંચ સુધીમાં સરેરાશ 72.83 ટકા સુધી પહોંચી ગયું હતું. જ્યારે 6 વાગ્યા સુધીમાં વધુ 8થી 10 ટકા સરેરાશ મતદાન વધવાની શક્યતા દર્શાવાઇ રહી હતી. વૃધ્ધો, દિવ્યાંગો, મહિલાઓ યુવા મતદારોમાં મતદાનનો જોશ જોવા મળ્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્મા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સોલંકી અ્ને ચૂંટણી અધિકારીઓ, પોલિંગ સ્ટાફ અને એસપી યુવરાજસિંહ જાડેજાની પોલીસ સમગ્ર મતદાન દરમિયાન એલર્ટ મોડ પર રહી હતી. જિલ્લા પોલીસના જવાનોની માનવતાથી મતદારો ગદગદ થઈ ગયા હતા. પોલીસ જવાનોએ ઠેર ઠેર મતદાન મથકો પર વૃધ્ધો દિવ્યાંગોને વહીલચેર પર બેસાડી જાતે ધક્કો મારી અને અશક્તોને ટેકો આપી મતદાન કરવા લઈ જતા જોવા મળ્યા હતા. જિ.તા.પં. ચૂંટણી-2026માં બેઠકો, ઉમેદવારો, મતદાર સંખ્યાની વિગત
    Click here to Read More
    Previous Article
    ઉમેદવારના ફોટા બદલાઈ જતાં ગૂંચવાડો:મતદારોએ સ્પષ્ટ કર્યું, સમસ્યા સર્જાશે ‎તો અમે ફોટાવાળી મહિલા પાસે જઇશું‎
    Next Article
    Tomb Of China's "Most Pampered Child" Reveals Royal Love And Lavish Burial

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment