Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપે કર્યા આક્ષેપો:ભાજપની છત્રી અને નાસ્તાની લાલચ મામલે ‘આપ’ આક્રમક; તંત્ર-પોલીસમાં કરી ફરિયાદ

    9 hours ago

    પોરબંદર શહેરમાં મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમ્યાન ભાજપની છત્રી અને નાસ્તાની લાલચ મામલે આપ દ્વારા તંત્ર અને પોલીસમાં કરી ફરિયાદ કરી છે.જેમાં શહેરના વૉર્ડ નંબર 9 ના વિસ્તારમાં ભાજપના સિમ્બોલની છત્રી રાખી હોવાના આક્ષેપો કરાયા હતા. પોરબંદરમાં ચૂંટણીના માહોલ વચ્ચે રાજકીય ગરમાવો તેજ બન્યો હતો. તાજેતરમાં જાહેર સ્થળો પર ભારતીય જનતા પાર્ટીના પ્રતીકવાળી છત્રીઓનો ઉપયોગ કરવા બદલ આમ આદમી પાર્ટી દ્વારા વહીવટી તંત્ર અને પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક હોદ્દેદારોએ આક્ષેપ કર્યો છે કે, જાહેર માર્ગો અને ચોક પર ભાજપની છત્રીઓ લગાવીને આદર્શ આચારસંહિતાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ‘આપ’ દ્વારા પુરાવા સાથે તંત્રને રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર નાસ્તાની લાલચ આપવાના મેસેજ વાયરલ આપના આગેવાનોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે અમુક કાર્યકરો અને આગેવાનો દ્વારા મતદારોને રીઝવવા માટે નાસ્તા અને અન્ય લોભ-લાલચ આપવામાં આવી રહી છે. આ અંગેના મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે સત્તાધારી પક્ષ દ્વારા સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    'રાઘવ ચઢ્ઢાએ આવું નહોતું કરવું, Gen Zને ખૂબ ભરોસો હતો':'આ નિર્ણય તો મને ગમ્યો છે,' રાજ્યસભા MPના ભાજપમાં જોડાવાને લઈ Gen Zમાં બે ફાડિયા, જાણો શું શું કહ્યું?
    Next Article
    "Captured India's Vibrancy": PM Modi Pays Tribute To Renowned Photographer Raghu Rai

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment